તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સલાટવાડામાં દૂષિત પાણીથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાટવાડામાં દૂષિત પાણીથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સેવાસદન દ્વારા આપવામાં આવતું પાણી કેટલાય વિસ્તારમાં કંટામિનેશનવાળું આવે છે. અગાઉ પણ તાંદલજા વિસ્તારમાં રોગચાળો ફાટ્યો હતો. ત્યારે આજે સલાટવાડા તુલસીભાઇની ચાલીમાં રહેતાં અંદાજે 1000 લોકો તેમના વિસ્તારમાં આવતા ગટરના પાણી મિશ્રિત દૂષિત પાણીને પગલે રોડ પર ઉતર્યાં હતાં. સેવાસદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં આજે પોતાના વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરી માટલાં ફોડ્યાં હતાં.

સ્થાનિક રહીશ ચિરાગ પરદેશીએ જમાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં 60 વર્ષ જૂની ગટરની લાઇન છે. જે જર્જરિત થતાં બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં જોઇન્ટ યોગ્ય હોવાથી પાણી ભેગું થાય છે. અા વિસ્તારમાં અંદાજે 8 વર્ષથી દૂષિત પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.લાંબા સમયથી સમસ્યા સર્જાઇ હોવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.

વારંવાર રજૂઆત છતાં પાલિકા સમસ્યા ઉકેલવામાં નિરસ

પીવના પાણીમાં ગટરનું પાણી ભેગુ થતાં સ્થાનિક રહીશોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો