ભાઇ, ધારાસભ્ય પ્રશ્ન પૂછે છે એમાં હસવા જેવું શું છે?
રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ સામે પગલાં લેવા માટે રચાયેલી એસઆઇટીનો પ્રશ્ન ચર્ચામાં ચાલતો હતો અને ભૂ-માફિયાઓ બેફામ હોવાના આક્ષેપો સાથે વિપક્ષ પ્રશ્નોની ઝડી વરસાવી રહ્યો હતો તેવામાં ભાજપના વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ પ્રશ્ન પૂછવા ઊભા થતાં કેટલાક ધારાસભ્યોમાં હાસ્ય રેલાયું હતું જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરતા કહ્યું કે ભાઇ ધારાસભ્ય પ્રશ્ન પૂછવા ઊભા થાય એમાં હસવા જેવું શું છે, શાંતિ જાળવો. યોગેશ પટેલે સરકારી જમીન પર કેટલા દબાણ થયા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.