• Gujarati News
  • National
  • 7 માર્ચે GEBના 5500 ઇજનેરના પ્રતીક ઉપવાસ

7 માર્ચે GEBના 5500 ઇજનેરના પ્રતીક ઉપવાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.ઈ.બી એન્જિનિયર્સ એસોસિયેશનના 5500 ઇજનેરો સાતમા પગારપંચનો અમલ, લીવ-એન્કેશમેન્ટ, 15 ટકા હાર્ડશિપ એલાઉન્સ સહિતની કુલ 32 માંગણીઓ સાથે 7 માર્ચના રોજ પ્રતીક ઉપવાસ પર બેસી વિરોધ પ્રદર્શન નોંધાવશે. જો સરકાર દ્વારા આ માંગણીઓને નહિ સ્વીકારવામાં આવે તો રાજ્યના 5500 ઇજનેરો દ્વારા 26 માર્ચથી અચોક્કસ મુદત પર હડતાલ પર ઉતરવાની ચીમકી અપાઇ છે. આ ઉપરાંત ઇજનેરોએ 13 -14 માર્ચ અને 20 માર્ચના રોજ અનુક્રમે વર્ક ટુ રૂલ, પ્રતીક ઉપવાસ અને માસ સીએલ લઈ હડતાલ પર ઉતરવાની જીયુવીએનએલ મેનેજમેન્ટને નોટિસ ફટકારી છે.

જીઈબી એન્જિનિયર્સ એસોસિયેશનના સેક્રેટરી જનરલ બી.એમ.શાહના જણાવ્યા અનુસાર, દોઢ વર્ષ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓના પગાર સુધારણા તેમજ અન્ય લાભો અંગે જીયુવીએનએલ મેનેજમેન્ટ તેમજ સરકારને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...