અનગઢના લંપટ ડો.પ્રતીક જોષીનું અપહરણ કરી 5 લાખનો તોડ પાડનાર મુખ્ય ખંડણીખોર જશવંત ઉર્ફે ટીકો ગોહિલના રિમાન્ડ પુરા થતાં વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે પોલીસે ગુરુવારે જશવંતને અદાલતમાં રજુ કર્યો હતો. જો કે અદાલતે જશવંતને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જશવંત ઉર્ફે ટીકો ગોહિલના મોબાઇલ પોલીસે કબજે કરીને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં હજું પણ ઇકબાલ વાઘેલા નામનો શખ્સ પકડાયો નથી. પોલીસે ઇકબાલ વાઘેલાની પણ શોધખોળ શરુ કરી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો