BCAના ખર્ચે ગુજરાત અને સૌરાષ્ટ્ર એસો. પણ ફાવ્યાં

BCAના ખર્ચે ગુજરાત અને સૌરાષ્ટ્ર એસો. પણ ફાવ્યાં

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:31 AM IST
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

દેશનાં ક્રિકેટ સંગઠનોના વહીવટ માટે આર.એમ.લોઢા કમિટીએ કરેલી ભલામણો પૈકીની વન સ્ટેટ વન વોટ અને કુલિંગ ઓફ માટેની ત્રણ ટર્મની ભલામણો ફગાવી દઈ સુપ્રીમ કોર્ટે ચોક્કસ સુધારા સાથે બીસીસીઆઇના વહીવટ માટે નવું બંધારણ મંજૂર કરતાં બીસીએ અને ક્રિકેટ સંઘોને રાહત થઈ છે.

દેશનાં ક્રિકેટ સંગઠનોના વહીવટ સામે આક્ષેપો થતાં સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજ આર.એમ.લોઢાના નેજા હેઠળ એક કમિટીની રચના કરી હતી.ત્યાર બાદ વહીવટ સુધારવા માટે લોઢા કમિટીએ અનેક ભલામણો કરી હતી.જેમાં વન સ્ટેટ વોટ ,સતત ત્રણ ટર્મ હોદ્દો ભોગવનાર,70 વર્ષ પૂરાં કરનાર અને સરકારી કર્મચારી સંગઠનમાં ચૂંટણી ન લડી શકે તેવી મહત્ત્વની ભલામણો કરી હતી.વન સ્ટેટ વોટના મુદ્દે બીસીએ અને અન્ય મુદ્દા પર બીસીસીઆઇએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી.

જે અંગેની સુનાવણી પુરી થયા બાદ કેટલાક ચોકસ સુધારા સાથે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપી બીસીસીઆઇના નવા બંધારણને મંજૂર કર્યું હતું તેમજ લોઢા કમિટીની ભલામણોને સ્વીકારી લેવાઇ હતી.જોકે સુપ્રીમ કોર્ટે વન સ્ટેટ વન વોટની ભલામણ સ્વીકારી ન હતી.સરકારી કર્મચારી અને 70 વર્ષ પૂરાં કરનાર ચૂંટણી ના લડી શકે તે ભલામણ યથાવત્ રાખી હોવાનું જાણવા મળે છે.વન સ્ટેટ વન વોટના મુદ્દે બીસીએ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનો સીધો ફાયદો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને થયો છે.સુપ્રીમના ચુકાદા બાદ સીઓએ દ્વારા નવા બંધારણની મંજૂરી અંગે બીસીએને જાણ કરાશે.

BCAને 90 લાખનો ખર્ચ થયો

વન સ્ટેટ વન વોટની લોઢા કમિટીએ કરેલી ભલામણના મુદ્દે બીસીએ દ્વારા સુપ્રીમમાં રજૂઆત કરી હતી.જેના માટે વકીલ ખર્ચ રૂ.90 લાખ જેટલો થયો હતો.આ લડત માટે બીસીએ દ્વારા સૈારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ આ મુદ્દે લડવા આગળ આવ્યાં ન હતાં.

વડોદરાનું ક્રિકેટ વધુ મજબૂત બનશે

મહારાજા પ્રતાપ રાવ અને ફતેસિંહ રાવેબીસીએ મજબૂત કરવા મહેનત કરી હતી.એક સમયે બીસીસીઆઇને પણ બીસીએ દ્વારા મદદ કરાઈ હતી.બીસીએ દ્વારા અનેક ક્રિકેટરો ટોચના લેવલે પહોંચ્યા છે.પણ આજના ચુકાદાથી વડોદરાનું ક્રિકેટ વધુ મજબૂત બનશે. સમરજિતસંહિ ગાયકવાડ,તત્કાલીન બીસીએ પ્રમુખ

સભ્યોની લાગણીનો વિજય થયો છે

બીસીએ જૂનામાં જૂનું એસોસિયેસન છે સહિતની બાબતોને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને બીસીએ આવકારે છે અને આગામી દિવસોમાં બરોડાના ક્રિકેટને વધુ આગળ લઈ જવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.બીસીએના સભ્યોની લાગણીનો વિજય છે. અમૂલ જીકાર,ખજાનચી.બીસીએ.

X
BCAના ખર્ચે ગુજરાત અને સૌરાષ્ટ્ર એસો. પણ ફાવ્યાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી