• Gujarati News
  • National
  • દુકાનોમાંથી બટર,ચીઝ, પનીરના નમૂના લેવાયા

દુકાનોમાંથી બટર,ચીઝ, પનીરના નમૂના લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલરે તાજેતરમાં સભામાં શહેરમાં બટર,ચીઝ ભેળસેળવાળાંં મળી રહ્યાં છે તેવી રજૂઆતો કરી હતી જેના પગલે સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા બટર, ચીઝ, પનીર અને માવાનું વેચાણ કરતી દુકાનોમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં ચીઝ,પનીર,બટરના નમૂના લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ, રાવપુરા, જેતલપુર રોડ વિસ્તારમાં માવો, બટર, પનીર અને ચીઝનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બટર, ચીઝ, પનીર અને માવાના નમૂના લીધા હતા. શહેરના જેતલપુર રોડ પર આવેલ ઇન્ડિયા બુલ્સ મોલના વેપારીને ત્યાંથી ફેટ સ્પ્રેડ તેમજ મલાઇ પનીર,રાવપુરા વિસ્તારની દુકાનમાંથી પ્રોસેસ્ડ ચીઝ સ્પ્રેડ તેમજ પ્રોસેસ ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા. ખંડેરાવ માર્કેટ વિસ્તારની દુકાનમાંથી પીઝા ચીઝ તેમજ લૂઝ પનીરના બે નમૂના લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...