પોલીસે બસના કાચ પર બ્લેક ફિલ્મ અંગે આરટીઓ પાસે માહિતી માંગી

પોલીસે બસના કાચ પર બ્લેક ફિલ્મ અંગે આરટીઓ પાસે માહિતી માંગી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:31 AM IST
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કારના કાચ પર લાગેલી બ્લેક ફિલ્મ અંગે ઝુંબેશ ચલાવવામાં અાવી રહી છે ત્યારે બીજી બાજુ લકઝરી બસ અને અન્ય બસમાં કાચ ઉપર ફિલ્મ લગાવવા માન્યતા છે કે કેમ તે અંગે આરટીઅો પાસે માહિતી માંગવામાં આવી હતી. આ સાથે શહેરમાં કેટલી બસમાં ફિલ્મ લાગેલી છે તે અંગે પણ વિગત માંગી હતી. જોકે આરટીઓ દ્વારા તેમને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપી મંજૂરી અંગે‘ નરો વા કુંજરો વા ’જેવો ઘાટ કર્યો હતો.

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને લખેલા પત્રમાં લક્ઝરી બસ અને અન્ય બસમાં લાગેલા કાળા કાચ તેમજ બ્લેક ફિલ્મથી કેટલા ટકા વિઝિબિલિટી હોવી જોઇએ તે અંગે માહિતી માગી હતી.

સૂત્રો મુજબ ફ્રન્ટ કાચ પર 75 ટકા જેટલું વિઝન હોવું જોઇએ .જ્યારે રિયર ગ્લાસમાં 50 ટકા સુધીનાે નિયમ છે. તેમજ ફિલ્મ અંગે કોઇ મોટર વ્હીકલ એક્ટમાં ઉલ્લેખ નથી. જોકે આ સમગ્ર વિષયે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની કોપી પોલીસ કમિશનરને આપી હોવાનું આરટીઓ અધિકારી ડી.ડી.પંડ્યાએ જણાવ્યું હતું. તેમજ આરટીઓમાં કોઇ ડેટા ફિલ્મ લગાવેલી બસો અંગે નથી. પોલીસ દ્વારા ટ્રાિફકના નિયમોના પાલન અંગે છેલ્લા કેટલાક સમયથી કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના સંદર્ભમાં આર.ટી.ઓ પાસેથી કેટલીક માિહતી પોલીસ દ્વારા માંગવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ સંતોષકારક જવાબ અપાયો ન હતો.

X
પોલીસે બસના કાચ પર બ્લેક ફિલ્મ અંગે આરટીઓ પાસે માહિતી માંગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી