• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • માંજલપુરના ગેંગરેપમાં ત્રીજા આરોપી અજયે પણ બળાત્કાર ગુજાર્યાનો ઘટસ્ફોટ

માંજલપુરના ગેંગરેપમાં ત્રીજા આરોપી અજયે પણ બળાત્કાર ગુજાર્યાનો ઘટસ્ફોટ

શહેરના માંજલપુર કોતરતલાવડી વિસ્તારમાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનામાં 3 દિવસના રિમાન્ડ પર રહેલાં ત્રણેય...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:31 AM
માંજલપુરના ગેંગરેપમાં ત્રીજા આરોપી અજયે પણ બળાત્કાર ગુજાર્યાનો ઘટસ્ફોટ
શહેરના માંજલપુર કોતરતલાવડી વિસ્તારમાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનામાં 3 દિવસના રિમાન્ડ પર રહેલાં ત્રણેય નરાધમોનું ગુરુવારે પોલીસે ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યું હતું અને આરોપી અજય પટેલનું મેડિકલ પરિક્ષણ કરાવ્યું હતું. પોલીસે પીડીતાની સોનાની કડીઓ પણ રિકવર કરી હતી.સામુહિક બળાત્કારની ઘટના બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા જયદીપ અજબસિંહ પટેલ(રહે, મહાદેવનગર,કોતર તલાવડી) તથા સત્યમ અશોક પાંડે (રહે,ગોવર્ધન પાર્ક,કોતર તલાવડી)ને ઝડપી પાડયા હતા, જયારે મંગળવારે મોડી રાત્રે અજય જેન્તીભાઇ પટેલ (રહે મહાદેવ નગર,કોતર તલાવડી)ને ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેયને અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.એસ.સી.એસ.ટી સેલના એસીપી તેજલ પટેલે ગુરુવારે રિમાન્ડ દરમિયાન ત્રણેય આરોપીને અલગ અલગ બેસાડી ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યું હતું, જેમાં પકડાયેલો ત્રીજો આરોપી અજય પટેલ પણ બળાત્કાર ગુજારવામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું હતું, જેથી અજયનું પણ પોલીસે મેડીકલ પરિક્ષણ કરાવ્યું હતું. બીજી તરફ પોલીસે પંચનામું કરીને સોનાની કડીઓ રિકવર કરી હતી.

X
માંજલપુરના ગેંગરેપમાં ત્રીજા આરોપી અજયે પણ બળાત્કાર ગુજાર્યાનો ઘટસ્ફોટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App