તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીપીએસસી અંતર્ગત પ્રોફેસરોની ભરતીમાં કૌભાંડના આક્ષેપો કરાયા

જીપીએસસી અંતર્ગત પ્રોફેસરોની ભરતીમાં કૌભાંડના આક્ષેપો કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના જાગૃત યુવાનો દ્વારા જી.પી.એસ.સી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજરાતી અને સંસ્કૃત વિષયોના પ્રોફેસરોની ભરતીમાં કૌભાંડ થયાના આક્ષેપો સાથે પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. તેમના કહેવા મુજબ ભરતીમાં લાગવગનો ઉપયોગ કરીને ઓળખીતાઓની જ ભરતી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં વિવિધ કોલેજોમાં 26 જેટલા અધ્યાપકોની ભરતી કરવાની હતી.જેને પગલે જી.પી.એસ.સી બોર્ડ દ્વારા ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી.ભરતી દરમિયાન ભાવનગરના નિષ્ણાત દ્વારા લાગવગ વાપરીને તેમના ઓળખીતા લોકોનું જ પરીક્ષામાં સિલેક્શન કરાવ્યું હોય તેવા આક્ષેપો રવિવારે શહેરના જાગૃત નાગરિકો દ્વારા લગાડવામાં આવ્યા હતા.વધુમાં કૃણાલ પટેલ દ્વારા નિષ્ણાત સાથે સિલેક્ટ થયેલા ઉમેદવારોના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલ ફોટાઓ તથા ઇવેન્ટનાં આમંત્રણ કાર્ડ રજૂ કરવામાં આવ્યાં હતાં.જો કે હાલ ભરતીને લઇને કેટલાક યુવાનોએ હાઇકોર્ટમાં પિટિશન પણ કરી છે.આગામી દિવસોમાં ભરતી મુદ્દે થયેલા અન્યાય સામે લડત આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...