• Gujarati News
  • National
  • કોસ્ચ્યુમ, જ્વેલરી, મેકઅપ હેવી હોય તો જ બ્રાઇડ રોયલ દેખાય તે વાત ખોટી

કોસ્ચ્યુમ, જ્વેલરી, મેકઅપ હેવી હોય તો જ બ્રાઇડ રોયલ દેખાય તે વાત ખોટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેવી કોસ્ચ્યુમ, હેવી જ્વેલરી અને હેવી મેકઅપથી રોયલ બ્રાઇડલ તૈયાર કરી શકાય છે તે માન્યતા ખોટી છે. જો બ્રાઇડલના કોસ્ચ્યુમ સિમ્પલ હોય તો હેવી મેકઅપ કરવો જોઇએ. અને હેવી કોસ્ચ્યુમ હોય તો સિમ્પલ મેકઅપ કરવો જોઇએ. ટુંકમાં મેકઅપ, જ્વેલરી અને કોસ્ચ્યુમને બેલેન્સ કરવા જરૂરી છે. પ્રાઇમરનો યોગ્ય ઉપયોગ કરીને ફિનીશિંગ કરવું જોઇએ. ઘણા મેકઅપ આર્ટિસ્ટ ફિનીશિંગમાં કાચા પડી જાય છે. તેમ શહેરના વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે બ્રાઇડલ સ્પેશિયલ અને હેર ડિઝાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મેકઅપના વર્સેટાઇલ આર્ટિસ્ટ દિપ્તી ગોંડલિયાએ જણાવ્યુ હતું. સેમિનારમાં હેર ડિઝાઇનર કમ્લેશ કે.કે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Bridal Makeup Seminar

પ્રોબ્લેમેટિક સ્કિન ધરાવતી યુવતીઓને પણ તૈયાર કરાઇ
એક્સપર્ટ દિપ્તી ગોંડલિયાને જણાવ્યુ હતું કે બ્યૂટિશિયન પ્રોબ્લેમેટિક સ્કીનને મેકઅપ કરતાં તકલીફ અનુભવે છે. સેમિનારોમાં બ્રાઇડલ મેકઅપ શીખવવામાં આવે છે, પરંતુ બ્યૂટિશિયનને સામાન્ય છોકરીઓને તૈયાર કરવાની હોય છે. આથી સેમિનારમાં પ્રોબ્લેમેટિક સ્કીન, સ્કીન ડિસીઝ વાળી છોકરીઓને તૈયાર કરી તેમનું મેકઓવર કરવામાં આવ્યું હતું.

આ સિઝનમાં અરેબિયન અને પાકિસ્તાની મેકઅપ ટ્રેન્ડી થશે
મેરેજ સિઝનમાં અરેબિયન અને પાકિસ્તાની મેકઅપ વધુ થશે. હેવી ચહેરાને નાનો લગાડવો હોય ત્યારે થ્રીડી મેકઅપ થાય છે. જે ટ્રેન્ડમાં છે. બ્રાઇડલ મેકઅપમાં આઇ મેકઅપ મહત્વનો હોય છે. જેમાં થ્રી વિંગ લાઇનર, ટુ વિંગ લાઇનર, ગ્રાફિક લાઇનર થઇ શકે છે. તમામ મેકઅપમાં બેઝિક મેકઅપ સરખો હોય છે પરંતુ આઇ મેકઅપ દ્વારા જુદો લુક આપી શકાય છે.

400થી વધુ બ્યૂટિશિયને સેમિનાર અને સ્પર્ધામાં ભાગ લીધો
એક દિવસીય સેમિનારમાં વડોદરા શહેર અને આસપાસના 400થી વધુ બ્યુટિશીયન ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં કમલેશ કે.કેએ હેર બેઝિક, મલ્ટિ લેયિંગ, ડિફરન્ટ લેયર, વન ચોપ જેવા હેર ડિઝાઇનના વિષયો પર માહિતી આપી હતી જ્યારે દિપ્તી ગોંડલિયાએ ટ્રેડિશનલ, રીસેપ્શન, ઇન્ડો- વેસ્ટર્ન, અને ડસ્કી સ્કીન મેકઅપની માહિતી આપી હતી. કાર્યક્રમમાં બ્રાઇડલ કોમ્પિટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બ્રાઇડલ સ્પર્ધામાં બ્યૂટિશિયનએ 1 કલાક 20 મિનિટનો સમય આપ્યો હતો. જેમાં પ્રથમ કાજલ શેખલિયા, દ્વિતીય સંધ્યા ગજેરા અને તૃતિય ક્રમે વર્ષા દલસાનિયા વિજેતા થયા હતા. આગામી દિવસોમાં લગ્ન સિઝનની શરૂઆત થનાર છે તે હેતુથી ગૌરાંગ પનારા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોજાએલા સેમિનારમાં શહેરના 400 જેટલાં બ્યૂટીશીયન્સ જોડાયા હતા, જેમાં યુવતીઓને તૈયાર પણ કરવામાં આવી હતી.

બ્રાઇડલ સ્પેશિયલ અને હેર ડિઝાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
એક્સપર્ટ્સે મેકઅપ, જ્વેલરી, કોસ્ચ્યુમ બેલેન્સ કરવા જોઇએ : દિપ્તી ગોંડલિયા
અન્ય સમાચારો પણ છે...