તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • UGS VP ની પોસ્ટ પર સ્થાનિક ઉમેદવારોની સામે હોસ્ટેલના ઉમેદવારો વચ્ચે જંગ જામશે

UGS-VP ની પોસ્ટ પર સ્થાનિક ઉમેદવારોની સામે હોસ્ટેલના ઉમેદવારો વચ્ચે જંગ જામશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઇ છે. યુજીએસ અને વીપીની મહત્ત્વની પોસ્ટ પર ત્રિ-પાંખિયો જંગ જામશે જેમાં સ્થાનિક ઉમેદવારો અને હોસ્ટેલના ઉમેદવારો સામસામે ચૂંટણી લડશે.

યુનિવર્સિટીની 24મી ઓગસ્ટના રોજ યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે યુજીએસ-વીપી પદ માટે મુખ્ય ત્રણ હરીફો વચ્ચે જંગ ખેલાશે. યુજીએસ-વીપીની પોસ્ટ પર ઇલેક્શન લડી રહેલા વિદ્યાર્થીઓમાંથી એનએસયુઆઇના યુજીએસ પદના ઉમેદવાર વ્રજ પટેલ અને વીપી પદના ઉમેદવાર ઝીલ બ્રહ્મભટ્ટ સ્થાનિક વિદ્યાર્થીઓ છે. જ્યારે તેમની સામે હરીફ જૂથના એબીવીપીના ઉમેદવાર રાહુલ ઝીંઝાળા હોસ્ટેલમાં આવેલ જેએમ હોલનો વિદ્યાર્થી છે જ્યારે વીપી પદની ઉમેદવાર અનિશા મિશ્રા એસડી હોલની વિદ્યાર્થિની છે. તેવી જ રીતે વીવીએસના યુજીએસ પદના ઉમેદવાર હર્ષલ ચોધરી મૂળ સુરતના છે અને વડોદરામાં ના સંબંધી સાથે રહે છે. વીપીની ઉમેદવાર સલોની મિશ્રા એસડી હોલની વિદ્યાર્થિની છે. આમ,આ વર્ષે યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓમાં સ્થાનિક વિદ્યાર્થી અને હોસ્ટેલનાં વિદ્યાર્થીઓ વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ મુદ્દાને પણ મતબેંકમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અાગામી સમયમાં ચૂંટણીમાં આ મુદ્દે પ્રચાર કરાય તો નવાઇ નહિ.

અન્ય સમાચારો પણ છે...