• Gujarati News
  • National
  • પર્યાવરણને મદદ કરવા 15 વર્ષના કિશોરનું ગાર્ડનિંગ વિષયે પુસ્તક

પર્યાવરણને મદદ કરવા 15 વર્ષના કિશોરનું ગાર્ડનિંગ વિષયે પુસ્તક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વાતો કરવાનું ટાળીને સ્માઈલી દ્વારા પોતાની અભિવ્યક્તિ બતાવતા હોય છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા 15 વર્ષના રિષી શાહે ગાર્ડનીંગ કેવી રીતે કરવું તે વિષય પર પુસ્તક લખી નાખ્યું છે. જે વિશે વાત કરતા રિષીએ જણાવ્યું હતું કે લોકો ઘરમાં લીલોતરી કરવા માટે નિત નવા અખતરા કરતા હોય છે, જેમાં હજારો રૂપિયાનો વેડફાટ થતો દેખાય છે. લોકોના રૂપિયા બગડે પણ નહીં અને ઘરમાં ઓછા ખર્ચે અને સુંદર ગાર્ડન બને તે માટે મેં ફેશન ધ ગાર્ડનના શીર્ષક હેઠળ પુસ્તક લખ્યું છે જેને નોશન પ્રેસે પબ્લિશ કર્યું છે. આ પુસ્તક વિશ્વભરમાં વેચાશે અને એમેઝોન દ્વારા પણ લોકો ઘર બેઠા મેળવી શકશે.

City

Pride

4 વર્ષનો હતો ત્યારે ફૂલોથી મને લગાવ થઈ ગયો હતો, જેને 15મા વર્ષે પુસ્તક રૂપે લોકો સામે લાવવાનો મોકો મળ્યો : રિષી શાહ
સ્કૂલનો પ્રોજેક્ટ પુસ્તકમાં પરિણમ્યો
ધોરણ 10માં હતો ત્યારે પરીક્ષાના ભાગ રૂપે સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર પ્રોજેક્ટ બનાવવા આપવામાં આવ્યા હતા. જેમાં મેં મારા મનગમતા વિષય ગાર્ડનીંગ પર પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ પ્રોજેક્ટ મારી સ્કૂલના શિક્ષકો અને મારા પરિવારના સભ્યોને ખૂબ ગમ્યો હતો. તેમણે વખાણ્યો. પછી તે પ્રોજેક્ટ પર મેં થોડું વધારે કામ કર્યું અને ગાર્ડનીંગ પર પુસ્તક લખ્યું. જેમાં તમામ ગાઇડન્સ આપવામાં આવ્યું છે.

રિષી શાહે પોતાના પુસ્તક વિશેની માહિતી આપી હતી.

ઘરમાં જ છોડને 250 મિલિ પાણી આપીને ઉછેરી શકાય છે
છોડ ઉછેરવાનું વાતાવરણ ઘરમાં પણ મળી શકે તેમ છે. 30થી 35 ડિગ્રી ઘરના તાપમાનમાં તમે રસોડામાં તુલસી, ચંપો, મેરિગોલ્ડ અને બોગનવેલના છોડને 250થી 400 મિલિ પાણી આપીને જતન કરી શકો છો. જ્યારે બેઠક રૂમમાં એસી હોવાથી લેટ્સ, ગુલાબ અને ઓક્રિટ્સને 100 મિલિ પાણી આપીને તમે ઉછેર કરી શકો છો તેમ રિષીએ જણાવ્યું હતું.

4 વર્ષની ઉંમરે ફૂલો સાથે લગાવ થયો હતો
હું જ્યારે 4 વર્ષનો હતો ત્યારે મને ફ્લાવર જોડે લગાવ થઈ ગયો હતો. જેથી હું ઝાડને પાણી આપતો અને ફુલને ચૂંટી લાવવાનું કામ કરતો. જેમ મોટો થતો ગયો તેમ ગ્રીનરી સાથે મારો લગાવ વધતો ગયો. ત્યારબાદ હું છોડ અને ઝાડ વિશે સંશોધનો કરવા માંડ્યો હતો. ત્યારબાદ મારો તેમની સાથે સંવેદનશિલ સબંધ સ્થપાયો. પછી હું ઝાડને શેપ આપવા લાગ્યો અને નવા નવા ઝાડ વિશે માહિતી એકત્ર કરવા લાગ્યો.  રિષી શાહ, લેખક

અન્ય સમાચારો પણ છે...