• Gujarati News
  • National
  • પેવર બ્લોક્સ વિનાના ટ્રેક પર વરસાદ બાદ વોકિંગ મુશ્કેલ

પેવર બ્લોક્સ વિનાના ટ્રેક પર વરસાદ બાદ વોકિંગ મુશ્કેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોકિંગ ટ્રેકની બાજુમાં કચરાનો મોટો ઢગલો કરવામાં આવે છે, વરસાદમાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા નથી. લાઇટના થાંભલા પર ખુલ્લા વાયરો અહીં પણ જોવા મળે છે. ફુવારા મોટા ભાગે બંધ જ રહે છે, આ બાગનું મેન્ટેનન્સ સારી રીતે થતું નથી તેનો પુરાવો કસરતના સાધનો અને પેવર બ્લોક્સ આપી રહ્યાં છે.

ડીબી સ્ટાર રિપોર્ટર| વડોદરા

હેડગેવાર ગાર્ડનનો મેઇન વોકિંગ ટ્રેકનો મોટાભાગનો વિસ્તાર પેવર બ્લોક્સ વિનાનો છે. શિયાળા અને ઉનાળામાં કેટલાક જગ્યાએ વધુ રેતી અને માટી જામેલી રહે છે પણહાલમાં ચોમાસામાં વરસાદ પડે તો પેવર બ્લોક્સ વિના ટ્રેક પર પાણી ફરી વળે છે અને કાદવ થઇ જાય છે. શહેરના મોટાભાગના ગાર્ડનોમાં વોકિંગ માટે પેવર બ્લોક્સ છે પરંતુ અહીં પેવર બ્લોક્સ ફિટ કરાતા નથી. અહીં એન્ટરન્સની ડાબે ‘વડીલ વિહાર’ની પાછળના ભાગે એક જગ્યાએ કચરાનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. મુલાકાતીઓએ જણાવ્યું કે, અહીં કચરાના નિકાલ કરવા માટે અઠવાડિયાઓ સુધી ટ્રેક્ટરની રાહ જોવાય છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન કમાટીબાગમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું, તેમ છતાં સત્તાધીશો હજી પણ સતર્ક થયા નથી.

ડો. હેડગેવાર ગાર્ડનમાં ઠેર-ઠેર લાઇટના થાંભલા પર વીજળીના વાયરો ખુલ્લા છે.

બાગને આકર્ષક બનાવવામાં આવ્યો છે. પણ તેની કાળજી લેવાતી નથી જેના કારણે હવે તેની દુર્દશા વધી રહી છે. સિનિયર સિટિઝન્સની બેસવાની જગ્યા પર જ કેટલાક પેવર બ્લોક્સ નિકળી ગયા છે, જેના કારણે તેમને ત્યા હરવા ફરવામાં મુશ્કેલી પડે છે.

બાગે બયાં... વડોદરામાં બગીચાના વિકાસ માટે લંડનની બહારના કિવ ગાર્ડનના આર્કિટેક્ટ્સ લાવવામાં આવ્યા હતા

આ ગાર્ડન ઉત્તરઝોનના આકર્ષક બાગમાં સામેલ છે, પણ કસરતનાં સાધનોની દેખરેખ નથી, ગુલાબ વાટિકામાં ઊંચું ઘાસ ઉગ્યું છે
વિસ્તાર : 11,950 ચો. મી.

20 વર્ષ જૂનો છે અા ગાર્ડન

સત્તાધીશો શું કહે છે...
લોકો કહે છે, પેવર બ્લોક નાંખશો નહીં અમને ગાર્ડનમાં આવતાં મુલાકાતીઓ કહે છે કે, પેવર બ્લોક નાંખશો નહીં, આ જ કારણસર પેવરબ્લોક નંખાયા નથી. કચરાનો ઢગલો થાય નહીં તે માટેની સૂચના આપવામાં આવશે. ભાવેશ કોઠારિયા , ગાર્ડન સુપરવાઇઝર.

હેડગેવાર બાગનો ઈતિહાસ

સમાના િનઝામપુરા મહેસાણા નગરથી ભાદરણનગર વચ્ચે આવેલો આ ગાર્ડન બન્યો તે અગાઉ ઢોરવાડા તરીકે જાણીતો હતો. કોર્પોરેશને બગીચો તૈયાર થયા બાદ પણ ઘણા દિવસો સુધી એમ જ મૂકી રાખ્યો હતો. પણ દબાણોને હટાવ્યા બાદ છેવટે 1999માં તેનું ઉદઘાટન થયું હતું.
મુલાકાતીઓ કહે છે કે...
ગાર્ડનમાં આ સુવિધાઓની જરૂર
વોકિંગ રૂટ પર પેવર બ્લોક્સ ફિટ કરાય.

લાઇટના થાંભલાના ખુલ્લા વાયરોને ઢંકાય.

ગાર્ડન-સાધનોનું સમયસર મેન્ટેનેન્સ થાય.

એન્ટ્રેન્સનો ફુવારો દરરોજ શરૂ કરાય.

કચરાના ઢગલાનો દરરોજ નિકાલ થાય.

અમને ચાલવામાં મુશ્કેલી
ગાર્ડનના મોટા ભાગના વોકિંગ એરિયામાં પેવર બ્લોક્સ નથી, જ્યા છે તે પણ તૂટેલા છે. જેના કારણે ચાલવામાં મુશ્કેલી પડે છે. વરસાદમાં વોકિંગ રૂટ પર લપસી જવાનો ડર રહે છે. સી.પી. પટેલ, સમા.

સાધનોનું મેન્ટેનેન્સ નથી
કસરતના સાધનો મૂક્યા છે પણ તેનું સમયસર મેન્ટેનેન્સ ન થવાને કારણે મહિનાઓ સુધી નકામા પડી રહે છે. જવાબદાર અધિકારી મળતા ન હોવાથી રજૂઆત કોને કરવી? સાધનોનું રિપેરિંગ જરૂરી છે. મંજુલાબહેન પટેલ, સમા.

અન્ય સમાચારો પણ છે...