તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE શાળાઓમાં ધો.2 સુધી છાત્રોને બેગમાંથી મુક્તિ

CBSE શાળાઓમાં ધો.2 સુધી છાત્રોને બેગમાંથી મુક્તિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

સીબીએસઇ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓને હવે સ્કૂલ બેગ અને હોમવર્કના બોજામાંથી મુક્તિ આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ સંલગ્ન શાળાઓમાં બોર્ડે ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને હોમ વર્કમાં મુક્તિ આપવાનો આદેશ કર્યો છે. વડોદરા શહેરમાં 50 થી વધારે સીબીએસઇ સ્કૂલો આવેલી છે.

સીબીએસઇ અને ગુજરાત બોર્ડની શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીને વધારે બોજો અને વધુ પડતું હોમવર્ક કરાવાતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ અંગેનો એક ચુકાદો આપવામાં આવ્યા બાદ સીબીએસઇ બોર્ડ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 2 સુધીનાં બાળકોને સ્કૂલ બેગમાંથી તથા હોમવર્કમાં મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાઓમાં ધોરણ 8 સુધીમાં અન્ય કોઇ સ્ટેશનરી,પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરવાનો આદેશ કરવામાં આવતાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક વર્ષથી અમલ પણ કરવામાં આવશે. શહેરમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં અગાઉથી જ ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે અને હોમ વર્ક પણ આપવામાં આવતું નથી.

CBSE બોર્ડે અગાઉ પણ આવો પરિપત્ર કર્યો હતો
સીબીએસઇ બોર્ડ દ્વારા ભાર વગરના ભણતર માટે ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર અને હોમ વર્કમાંથી મુક્તિ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સીબીએસઇ બોર્ડ દ્વારા પુન: એકવાર આ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમુક સ્કૂલો દ્વારા સીબીએસઇ બોર્ડના પરિપત્રનો અમલ કરવામાં આવતો ના હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

બેગનું વજન ઘટાડી શકાય તે માટે પણ ચર્ચા
વિદ્યાર્થીઓની બેગનું વજન કેવી રીતે ઓછું કરી શકાય તે મુદ્દા પર હાલમાં વિચારણા ચાલી રહી છે. પ્રાઇમરીમાં ટેકસબુક મંગાવવામાં આવતી નથી. જે સમયે જરૂરિયાત હોય તે પ્રમાણે જ ટેક્સબુક મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ માત્ર વર્કબુક લઇને આવે છે. બીના પ્રશાંત - પ્રિન્સિપાલ,જીપીએસ,અટલાદરા

અન્ય સમાચારો પણ છે...