• Gujarati News
  • National
  • અનગઢના લંપટ ડોકટરનો વીડિયો વાયરલ કરનાર ટીકો ગોહિલ પકડાયો

અનગઢના લંપટ ડોકટરનો વીડિયો વાયરલ કરનાર ટીકો ગોહિલ પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનગઢના ડો.પ્રતીક જોષીએ મહિલાઓ સાથે આચરેલી કામલીલાનું શૂટિંગ કર્યા બાદ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની સાંઠગાંઠમાં વીડિયો વાયરલ કરનાર જશવંત ઉર્ફે ટીકા ગોહિલને નંદેસરી પોલીસે સોમવારે સાંજે અનગઢમાંથી જ ઝડપી લીધો હતો. પોલીસે મહિલાએ નોંધાવેલી ફરિયાદના ગુનામાં જશવંત ગોહિલની ધરપકડ કરી હતી.

ભારે ચર્ચાસ્પદ બનેલા અનગઢના ડોકટર પ્રતીક જોષીની કામલીલાના બનાવમાં નંદેસરી પોલીસે વીડિયો વાયરલ કરવાના ગુનામાં અગાઉ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ તથા ડે.સરપંચ મહેન્દ્ર કાંતિલાલ ગોહિલ અને વિનોદ ઉર્ફે વિક્રમ પરમારની ધરપકડ કરી હતી.જો કે આ બનાવમાં ડો.પ્રતીક જોષીએ પણ દિલીપ ગોહિલ, મહેન્દ્ર ગોહિલ, વિનોદ પરમાર, કોયલીના માજી ડે.સરપંચ રાણા , જ‌શવંત ઉર્ફે ટીકો ગોહિલ તથા ગોપાલ જાડેજા અને ઇકબાલ સહિતના શખ્સો સામે તેને બ્લેકમેઇલ કરી પાંચ લાખનો તોડ કર્યા બાદ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...