તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નૂર્મના આવાસોને ભાડે અપાયા છે કે કેમ ? હવે ક્રોસ ચેકિંગ થશે

નૂર્મના આવાસોને ભાડે અપાયા છે કે કેમ ? હવે ક્રોસ ચેકિંગ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નૂર્મ સહિતની સરકારી યોજનાના આવાસો બારોબાર ભાડે અપાતા હોવાની રજૂઆતના પગલે પાલિકાએ તેનું ક્રોસ ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે અને જે આવાસોમાં લાભાર્થી સિવાયના ત્રાહિત રહીશો રહેતા હોવાનો ભાંડો ફૂટશે તો તેવા આવાસો ખાલી કરાવીને તેને તાળું મારી દેવામાં આવશે.

નૂર્મના રામપુરા સહિતના આવાસોમાં મૂળ કબજેદારોના બદલે ત્રાહિત વ્યક્તિઓ રહેતી હોવાનો ભૂતકાળમાં ભાંડો ફૂટ્યો હતો અને પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આવા આવાસો ખાલી કરાવ્યા હતા.

જોકે, ફરીથી આવી સ્કીમના આવાસોમાં ત્રાહિત વ્યક્તિઓનો ભરડો આવી ગયો હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે, સ્થાયી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં કેટલાક કાઉન્સિલરોએ રજૂઆતો પણ કરી હતી. નૂર્મ સહિતની સરકારી સ્કીમના આવાસોનું ક્રોસ ચેકિંગ કરી ત્યાં મૂળ લાભાર્થી રહે છે કે કેમ તેનો રિપોર્ટ મેળવવાની બાંયધરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...