• Gujarati News
  • National
  • કાર લોન કૌભાંડમાં જામીન નામંજૂર

કાર લોન કૌભાંડમાં જામીન નામંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રગતિ સહકારી બેંકમાં જઇ બોગસ દસ્તાવેજો રજૂ કરી કાર ખરીદવા માટે રૂા.31.60 લાખની લોન મેળવવાના બનાવમાં સંડોવાયેલા આરોપીની ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે,પ્રગતિ સહકારી બેંકના દેવેન્દ્ર રમણલાલ પટેલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મનજીત રામકિશન રાજુ, જયેશ ગજ્જર,કલ્પેશ બાબુ પટેલ તથા ધવલ દિનેશ પુરોહિત સામે એફઆઇઆર નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી પ્રગતિ બેંકમાં કાર લોન મેળવવા અરજી કરી હતી. બેંકમાં બોગસ દસ્તાવેજો આપીને વિશ્વાસમાં લીધા બાદ રૂા.31.60 લાખની કાર પેટે લોન મેળવી હતી. આ કેસમાં જયેશ ગજ્જરની પણ સંડોવણી સપાટી પર આવી હતી. બનાવમાં સંડોવાયેલા જયેશ ગજ્જરે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...