• Gujarati News
  • National
  • મારે સરનો યુ ટ્યૂબ વીડિયો બનાવવો હતો વોટસએપમાં પ્રેમના મેસેજ કરાવ્યા હતા

મારે સરનો યુ ટ્યૂબ વીડિયો બનાવવો હતો વોટસએપમાં પ્રેમના મેસેજ કરાવ્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિંતન શ્રીપાલી . વડોદરા | પ્રાઇવેટ ટ્યુશન કલાસમાં કોચિંગ આપતા શિક્ષક વિનુ કાતરીયાની હવસનો ભોગ બનેલી પીડિતા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. જેમાં પીડિતાએ તેની સાથે બનેલી સમગ્ર ઘટનાનુ વર્ણન કરતા ઘ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી હતી. માતાએ સાંતવના આપતા પીડિતાએ સમગ્ર ઘટના શુ અને કેવી રીતે બની તે જણાવ્યું હતુ. બાળકોને પોતાના માતા પિતાએ પુરતો સમય આપવો જોઇએ અને તેમની સાથે એક મિત્ર જેવો વ્યવહાર રાખવાનુ પીડિતાની માતાએ જણાવ્યું હતુ.

જાન્યુઆરી-2018માં સરે મને ફોન કરી કલાસમાં બોલાવીને શટર બંધ કરી મારા બન્ને હાથ પકડી જબરદસ્તી કરી: પીડિતા
દિવ્ય ભાસ્કર: તમે કંઇ રીતે વિનુ કાતરીયાના સંપર્કમાં આવ્યાં?

પીડિતા : ઓગસ્ટ 2017માં જય કલાસીસ શરુ કર્યું ત્યારથી વિનુ સરના સંપર્કમાં આવી. ડીસેમ્બર સુધી સ્ટુડન્ટ અને સર વચ્ચે જે રીલેશન હોય તેવો જ હતો. પણ જાન્યુઆરી પછી બધુ બદલાઇ ગયું.

જાન્યુઆરી મહિનામાં શંુ થયુ? જાન્યુઆરીમાં મારી પાસે વોટ્સએપ વાળો મોબાઇલ નહોતો. સરે મને ફોન કરી કહ્યું, આજે ટ્યુશન બપોરે 3 વાગ્યાનુ છે. હું સાઇકલ લઇને કલાસમાં પહોંચી તો સર એકલા હતા. તેમણેે પહેલા તો શટર બંધ કર્યું ત્યારબાદ પાર્ટીશનનો દરવાજો બંધ કર્યો.મેં કહ્યું આ શું કરો છો? તેમણેે મને ધક્કો માર્યો અને બ્લેક બોર્ડ પર મારા બન્ને હાથ પકડી જબરદસ્તી કરવા લાગ્યા. મેં છોડાવાનો ખૂબ પ્રયત્ન કર્યો. બુમો પાડી. ધક્કા મુક્કી થઇ . પણ તેને જે કરવુ હતું તે કરી લીધુ. અને પછી મને એક ગોળી ખવડાવી હતી.

કઇ ગોળી ખવડાવી? કારમાં લઇ જાય ત્યારે મોઢે ઓઢણી બંધાવી પાછલી સીટ ઉપર સુઇ રહેવાનુ કહેતા. ચાર વખત મારી સાથે જબરદસ્તી શારીરીક સંબંધ બાંધ્યા. અમદાવાદની હોટલમાં પણ વિડિઓ ઉતારી લીધો હતો. જાન્યુઆરીથી માર્ચ સુધી દર વખતે શારીરીક સુખ માણ્યા બાદ મને એક ગોળી ખવડાવતા અને કહેતો કે તું પ્રેગનેન્ટ ન થાય તેની ગોળી છે. એક વાર મેં ગોળી ખાવાની ના પાડી તો કહ્યું વાંધો નહીં આપણે બાળક પડાવી દઇશુ.

આટલા સમય પછી કેમ આ વાત બહાર આવી? પીડિતા: મેં મમ્મી અને પપ્પાને કહ્યું હતુ કે યુટ્યુબ પર એક વિડિઓ જોયો છે, જેમાં એક સર ક્લાસ રૂમમાં સ્ટુડન્ટ સાથે જબરદસ્તી કરે છે. મારે આવુ કરવું હતું. પપ્પાને મેં પુછ્યું કે આ છોકરી હું હોત તો? તેમણેે કહ્યું, ઝેર આપી મારી નાખતો. મમ્મીને પુછ્યુ,ં તમે શું કરત? તેમણે કહ્યું, જે તારા પપ્પા કહે તેવું જ મારે કરવુ પડે. હું મારા મમ્મી પપ્પાથી બહુ ડરતી. અને સરે પણ વિડિઓ ઇન્ટરનેટ ઉપર વાઇરલ કરવાની ધમકી આપી હતી.

વિનુ વોટ્સએપ પર શુ માંગણીઓ કરતો ? વોટ્સએપ પર રોજ ગુડ મોર્નીંગ, ગુડ નાઇટનો મેસેજ કરવાનો, અશ્લીલ મેસેજ કરી માંગણીઓ કરે તેમા મારે સમ્મતી આપવાની અને મારા અશ્લીલ ફોટાની માંગણી કરતા હતા. વોટ્સએપ મેસેજ કરી અશ્લીલ ચેટ કરવાનુ કહેતા જેથી કોઇ મેસેજ વાંચે તો લાગવુ જોઇએ કે બન્ને તરફી પ્રેમ અને સમજુતી છે. જો હું તેની વાત માનવાનો ઇનકાર કરુ તો તે મારો વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપતા હતા.

શિક્ષકનો સીમેન ટેસ્ટ અમદાવાદમાં સફળ
ટ્યૂશન ક્લાસના બે સંચાલકો અને બે ટીચરોનાં પોલીસે નિવેદન લીધાં
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

અટલાદરા સ્થિત જય ટ્યુશન ક્લાસમાં બાયોલોજીના શિક્ષક તરીકે કોચીંગ આપતા વિનુ કાતરીયાનો સીમેન ટેસ્ટ વડોદરામાં િનષ્ફળ જતાં અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. જ્યા તે સફળ રહ્યો હતો.

ડી ડીવીઝનના એસી.પી ભારતી પંડ્યાએ જણાવ્યું હતુ કે, ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 6 વિદ્યાર્થીનીઓના નિવેદન તેમના માતા પિતાની હાજરીમાં લેવાયા હતા જોકે, તેમાં કોઇ જ ફરિયાદ મળી ન હતી. તેમજ ટ્યુશન ક્લાસના બે સંચાલકો અને બે ટીચરોના પણ પોલીસે નિવેદન લીધા હતા.

શિક્ષકની ધરપકડ કર્યા બાદ શારીરીક તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ કલાકો સુધી શિક્ષકને ઉત્થાન ન થતા હોસ્પિટલના તબીબો દ્વારા અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો.જ્યાં અમદાવાદ ખાતે રવિવારે સીમન ટેસ્ટ માટે લઇ જવાયો હતો. જ્યાં શિક્ષકનો સીમન ટેસ્ટ સફળતાપૂર્વક થતા નમૂના લેવાયા હતા.

પોલીસે તપાસ કરતા શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે થયેલી વોટ્સઅપ ચેટનો રિપોર્ટ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેથી ભોગબનાર સગીરાના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...