50 હજાર સ્પર્ધકોને પછાડી 17 ગૃહિણીઓ સેમિફાઇનલમાં : ગુજરાતના વોટ પર મદાર

જાણીતા ટેલેન્ટ રિયાલિટી શોના સેમિફાઇનલમાં વડોદરાની 17 ગૃહિણીઓનું ગ્રૂપ હોટ ફેવરિટ છે City Pride

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:30 AM
Vadodara News - latest vadodara news 043025
અવાજ એક ટેલેન્ટ રિયાલિટી શોમાં શહેરના સ્વરાંજલિ ગ્રૂપની 17 મહિલાઓ સેમિફાઇનલમાં પહોંચી છે. જે વિશે માહિતી આપતા ગ્રૂપના ફાઉન્ડર મીનાક્ષી મનહાસે જણાવ્યું હતું કે શહેરની 17 મહિલાઓ કે જે 45થી 60 વર્ષની ઉંમરની છે, જેમણે આ શોમાં ઓડિશન આપ્યું હતું અને 50 હજાર પરફોર્મન્સમાંથી ટોપ 36માં સિલેક્ટ થયા હતા. આ શોના એક જજે અમારા ગ્રૂપને સિંગિંગ દિવાઝનું બિરુદ પણ આપ્યું છે. જ્યારે બીજા જજે જણાવ્યું હતું કે દેશને આવું ટેલેન્ટ મોડું મળ્યું તે કમનસીબની વાત છે. આવનાર શનિવારે સાંજે યોજાનાર સેમિફાઇનલમાં વડોદરા સાથે ગુજરાતની જનતા જો અમને વોટ કરશે તો અમને ફાઇનલમાં પહોંચતા કોઈ નહિ રોકી શકે. આ કોમ્પિટિશન જીતવા માટે ગ્રૂપના તમામ સભ્યો પ્રતિદિન 4 કલાકનો રિયાઝ કરે છે. નોંધનિય છે કે પ્રથમ વખત વડોદરાની 17 મહિલાઓ એક સાથે આટલી લોકચાહના પામી છે.

મેયર, સાંસદ અને ધારાસભ્યએ મહિલાઓને વોટ કરવા શહેરજનોને અપીલ કરી

શહેરની 17 મહિલાઓએ વડોદરાવાસીઓ તથા ગુજરાતીઓને સેમિફાઇનલ જીતાડવા અનુરોધ કર્યો હતો.

શહેર સહિત રાજ્યનું નામ રોશન કરવાની જવાબદારી હવે જનતાની છે

સ્વરાંજલિ ગ્રૂપની મહિલાઓ જાણીતા ટેલેન્ટ શોના ફાઇનલમાં પહોંચતા સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, શહેરના મેયર ડો.જીગીશાબેન શેઠ અને ધારાસભ્ય સીમા મોહિલે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શહેરની 17 ગૃહિણીઓ જ્યારે આટલી મહેનત કરીને નેશનલ સ્ટેજ પર પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે ત્યારે શહેર સહિત રાજ્યના નાગરિકોની જવાબદારી છે કે આ મહિલાઓને સેમિફાઇનલમાંથી ફાઇનલમાં પહોંચાડે. આ મહિલાઓને વોટ કરવા માટે તમામે શહેરજનો સહિત ગુજરાતની જનતાને વોટ કરવા અપીલ કરી હતી.

મહિલાઓ શાસ્ત્રીય કે ફોક જ ગાય તે માન્યતા ખોટી, રેપ પણ ગાઈ શકીએ છીએ

રિયાલિટી શોના સેમિફાઇનલમાં સિલેક્ટ થયેલ ગ્રૂપના સભ્યોએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ક્લાસિકલ અને ફોક મ્યુઝિક જ મહિલાઓ ગઈ શકે છે તે માન્યતાને તોડતા અમે રેપ કરીને લોકોને અચંબિત કરી દીધા હતા. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે તો સિંગિંગમાં કેમ નહિ તેથી અમે રેપ ગાવા માટે ઘણી મહેનત કરી અને મહેનતના અંતે અમને સફળતા પ્રાપ્ત થઇ અને લોકોએ અમને સ્વીકાર્યા પણ ખરા. અમે આ ટેલેન્ટ જાળવી રાખવા માટે રોજનો 4 કલાકનો રિયાઝ કરીએ છીએ.

X
Vadodara News - latest vadodara news 043025
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App