શહેરના ડૉક્ટર્સ દ્વારા સમાજ માટે મેડ ટોકનું નિ:શુલ્ક આયોજન

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:30 AM IST
Vadodara News - latest vadodara news 043021
મેડ ટોક વિષે માહિતી આપી રહેલા શહેરના વિવિધ ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ તબીબો.

યોગ, કરોડરજ્જુ, મુખ, પેટ સબંધિત ગેરમાન્યતાઓને ડૉક્ટર્સ નાથશે

9મી ડિસેમ્બરના રોજ સર સયાજીનગર ગૃહ ખાતે આયોજન

સિટી રિપોર્ટર | વડોદરા

લોકો માને છે કે કસરત કરવાથી શરીર ઘટે છે પરંતુ આજ સુધીમાં કોઇનું શરીર જીમ કે કસરતથી ઉતર્યું નથી. વજન ઉતારવામાં 95 ટકા ડાયેટ અને 5 ટકા કસરત ભાગ ભજવે છે. સમાજમાં સ્વાસ્થય સંબંધિત ઘણી બધી ગેરસમજો ફેલાયેલી છે. તે દૂર થાય તે હેતુથી કાળજી સંસ્થાના સ્થાપક ડો.નિકુંજ ચાવડા દ્વારા આગામી રવિવારને 9મી ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે સર સયાજીનગર ગૃહ ખાતે મેડટોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટોકમાં અષ્ટાંયોગ, કરોડરજ્જુને લગતી બીમારીઓ, દાંતને લઈને ઉભી થતી પીડા, તેમજ બેઠાડુ જનજીવનને લઈને ઉદભવતી સ્થૂળતાના પ્રશ્નને લઈને આરોગ્ય વિષયક નિષ્ણાતો લોકોને માહિતગાર કરશે. ‘મેડ ટોક’ ઇવેન્ટ અંતર્ગત એસ.એસ.જી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર નીલિમા પટેલ અષ્ટાંગ યોગના માધ્યમથી જીવન કેવી રીતે જીવવું તેની માહિતી પૂરી પાડશે. આ ઉપરાંત ડોક્ટર રાકેશ લોહાણા જે કરોડરજ્જુના સર્જન છે તેઓ ઢળતી ઉંમરે કરોડરજ્જુને કેવી રીતે રાખવી તે વિશે માહિતગાર કરશે. સાથે ડોક્ટર કુંતલ સોની કે જે ખ્યાતનામ ડેન્ટિસ્ટ છે તેઓ મુખ આરોગ્યનો સીધો સંબંધ તંદુરસ્તી સાથે કઈ રીતે છે અને ડેન્ટલ કેર કઈ રીતે કરવી તે વિશે સજાગ કરશે. જ્યારે ડોક્ટર સમીર કોન્ટ્રાક્ટર જે પોતે લેપ્રોસ્કોપી સર્જન છે તેઓ ખોરાક અને પોષક તત્વો પર રિસર્ચ પણ કરી રહ્યા છે, અને તે વિષય પર વક્તવ્ય આપશે. કાર્યક્રમ શહેરના તમામ લોકો માટે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા માટે ઓનલાઇન વેબસાઇટ www.medtalkindia.com પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

ઓછું ડાયેટ અને વધુ કસરત ઘાતક નિવડશે

દરેકે ટ્રેડિશનલ ફુડ સિસ્ટમ ફોલો કરવી જોઇએ. પરંતુ જો તે ફોલોવ કરવામાં આવે તો આખેઆખી ફુડ ઇન્ડસ્ટ્રી બંધ થઇ જાય તેમ છે. ઉપરાંત જો યોગ્ય ફૂડ ન લેવામાં આવે તો કસરત કરવાનો અર્થ રહેતો નથી. વધુ વર્કઆઉટની સામે ઓછું ડાયેટ ઘાતક નિવડી શકે છે તેમ ડૉ.સમીર કોન્ટ્રાક્ટરે જણાવ્યુ હતું.

X
Vadodara News - latest vadodara news 043021
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી