શહેરમાં રહેતા ડોનાલ્ડ મેલવીલે વડોદરાને રાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. તેઓ ગુરુવારે શહેરમાં આવ્યા હતા. જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 44 વર્ષથી માર્શલ આર્ટ સાથે સંકળાયેલા છે અને દેશના BSF, NPA, બોર્ડર વિંગ, STFના જવાનોને ટ્રેનિંગ આપી ચુક્યા છે. એક વર્ષથી CRPFના જવાનો તથા અધિકારીઓને મધ્યપ્રદેશના નિમચ અને ગુડગાવમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. CRPFમાં 1969થી ચાલતી આવતી ફાઇટિંગ ટેકિનિકને બદલી હવે તેમણે અત્યાધુનિક ફાઇટિંગ ટેક્નિક વિંગશુન શીખવી રહ્યા છે. જેમાં વિના હથિયારે સામાવાળાને પરાસ્ત કરવાની ખૂબી છે. તેમને વર્ષ 2002માં વિંગશુનમાં ગુજરાત રાજ્ય તરફથી બેસ્ટ ચીફ ઇન્સ્ટ્રકટરનો ખિતાબ અપાયો હતો. ડોનાલ્ડે નેશનલ પોલીસ એકેડમીમાં તથા ઇન્ડિયન્સ પોલીસ સેર્વીસના 250 જેટલા આઈ.પી.એસ ઓફિસરને તાલીમ આપી છે. વીરપ્પનને ખતમ કરનાર STFના કમાન્ડોને પણ ડોનલ્ડે તાલીમ આપી હતી.
City Pride
વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સન્માન કરાયું
આ આઇપીએસે ડોનાલ્ડ પાસે તાલીમ લીધી છે
ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ કે.આર.કૌશિક, કુલદીપ શર્મા, મનોજ અગ્રવાલ, વિવેક શ્રીવાસ્તવ સહિત કેટલાક અધિકારીઓ ડોનાલ્ડના શિષ્ય રહી ચુક્યા છે. IPS અતુલ કરવાલ 1999થી ડોનાલ્ડ પાસે તાલીમ મેળવી રહ્યા છે.