વિવેકાનંદના વિચારો સાથે 9 સાઇકલિસ્ટની વિચારયાત્રા

સિટી એન્કર

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:30 AM
Vadodara News - latest vadodara news 043012
મોડી સાંજે 9 સાઇકલિસ્ટો યાત્રા અંતર્ગત વડોદરા રામકૃષ્ણ મિશન ખાતે આવી પહોંચ્યા હતા.

સિટી રિપોર્ટર | વડોદરા

સ્વામિ વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં આપેલા ઐતિહાસિક પ્રવચનની 125 વર્ષની ઊજવણી નીમિતે રામકૃષ્ણ મઠ તથા નિસર્ગ સાઇકલ મિત્રના સંયુક્ત ઉપક્રમે વિવેકાનંદ વિચારયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિ વિવેકાનંદનો મેસેજ યુવાનો સુધી પહોંચે તે હેતુથી યાત્રામાં પુનાના નવ સાઇકલિંગના અનુભવી અને વરિષ્ઠ વ્યક્તિઓ જોડાયા છે, કે જેઓ સરેરાશ દરરોજની 130 કિમી સાઇકલ ચલાવીને 28 દિવસમાં જમ્મુથી કન્યાકુમારીની અંદાજે 4 હજાર કિ.મીની યાત્રા પુર્ણ કરશે. જમ્મુથી આ યાત્રા 24 નવેમ્બર શરૂ થઇ હતી અને કન્યાકુમારી 21 ડીસેમ્બરે પહોંચશે. ગુરૂવારે આ સાઇકલ યાત્રા પંજાબ, હરિયાણા, રાજસ્થાન થઇને વડોદરા રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે પહોંચી હતી. યાત્રા દરમિયાન સદસ્યો દ્વારા સ્વામિ વિવેકાનંદના વિચારોની 2 હજાર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેઓએ યુવાનોમાં જાગૃતી ફેલાવી હતી અને જણાવ્યું હતુ કે, પર્યાવરણની જાગૃતિ માટે અને દિવસના નાના કામો માટે સાઇકલનો ઉપયોગ કરવો જોઇએ.

Youth Awarness

31થી 63 વર્ષના વિચારોથી યુવાન સાઇકલિસ્ટોએ વિવેકાનંદના વિચારોની પત્રિકાઓ 2 હજાર લોકોને વહેંચી

સાઇકલ યાત્રાના સદસ્યો

પૃથ્વીરાજ તુકારામ ભોંસલે, ઉ.વ.63, મેડિસીનના બિઝનેસમેન

સુરેશ ઉમાંકાંત માને, ઉ.વ.62, રિટાયર્ડ એયરફોર્સ અધિકારી

સુનિલ શંકરરાવ પાટીલ, ઉ.વ.54, જલસંપદા વિભાગમાં સેક્શન એન્જિનીયર

સુનિલ જગન્નાથ નનાવરે, ઉ.વ.50, સ્વિંમીંગ કોચ

અતુલ હનુમંત માને, ઉ.વ.39, બિઝનેસમેન

મહેન્દ્ર નિવૃતિ આટાલે, ઉ.વ.34, સરકારી અધિકારી

ડૉ. નિતીન જિજાબરાવ પાટિલ, ઉ.વ.33, કૃષિ સંશોધક

શ્રીકાંત બજરંગ ખટકે, ઉ.વ.32, સરકારી અધિકારી

રાહુલ ગોરખ નેવાલે, ઉ.વ.31, મરાઠી અભિનેતા

3 વર્ષમાં 50 હજાર કિમીથી વધુ સાઇકલિંગ

જલસંપદા વિભાગમાં સેક્શન એન્જિનીયર તરીકે ફરજ બજાવતા સુનીલ પાટીલે જણાવ્યું હતું કે, દરરોજ 50 કિમી સાઇકલ ચલાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષોમાં 50 હજાર કિમી કરતા વધુ સાઇકલિંગ કરી ચુક્યોે છું. હું ઘરથી ઓફિસ જવા માટે સાઇકલ જ ચલાવું છું. દર મહિને વ્યક્તિ જો એક લિટર પેટ્રોલ બચાવશે તો પણ ઘણા બધા ઇંધણની બચત થઇ શકશે.

62 વર્ષની ઉંમરે સૈનિકનું 4 હજાર કિ.મી સાઇક્લિંગ

સાઇકલ યાત્રાના સદસ્ય અને વાયુસેનાના પૂર્વ અધિકારી સુરેશ માનેએ જણાવ્યું હતુ કે, મેં 550 કરતા વધુ વખત સિંહગઢ કિલેપરનું ચઢાણ કર્યું છે. હિમાલયમાં ટ્રેકિંગ કરેલું છે. મને સાઇકલિંગ અને ટ્રેકિંગનો શોખ છે. છેલ્લા 22 કરતા વધુ વર્ષોથી સાઇકલિંગ કર્યું હતું. મને 62 વર્ષની વયે એકેય રોગ નથી. યુથ બળવાન અને નિયમિત સાઇકલિંગ અને સ્વિમીંગ કરતું હોવું જોઇએ.

X
Vadodara News - latest vadodara news 043012
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App