• Gujarati News
  • National
  • માણેજાનો કિશોર ગુમ થતાં પોલીસ દ્વારા શોધખોળ

માણેજાનો કિશોર ગુમ થતાં પોલીસ દ્વારા શોધખોળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણેજા વુડાના મકાનમાં રહેતો 12 વર્ષનો સગીર ઘર છોડીને જતો રહેતાં મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. કિશોરના પિતા શ્યામ સુંદરરામે પોલીસને જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની નોકરી પર ગયાં હતાં અને ઘરે તેમનો 12 વર્ષનો દિલખુશ નામનો પુત્ર અને 9 વર્ષની પુત્રી એકલાં હતાં. જોકે દિલખુશ સાંજે 6 વાગ્યા બાદ અચાનક ઘર છોડીને જતો રહ્યો હતો. પુત્ર વારંવાર ઘર છોડીને જવાની ટેવ ધરાવે છે અને ગત મે માસમાં પણ તે ઘર છોડીને જતો રહ્યા બાદ બે માસ પછી ભાવનગરથી મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...