ભલે રોજ ઝાડ કાપો, પણ જ્યારે ઝાડ બદલો લેશે ત્યારે શું થશે તે વિચારજો!

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:30 AM IST
Vadodara News - latest vadodara news 043009
પેજ ટૂ સ્ટેજ દ્વારા MSUના ચં ચી મહેતા ઓડિટોરિયમ ખાતે ‘પેડ બના પ્રાઈમ મિનિસ્ટર’ નાટકનું મંચન થયું હતું. જેમાં માણસનો એક ઝાડ સાથે શુ સંબંધ હોઈ શકે એ વાતને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. આ નાટકને બે અલગ અલગ વાર્તાઓમાં ભજવામાં આવ્યું હતું. પહેલી વાર્તામાં જો રોજ ઝાડને કાપતા હોઈએ અને જો એ ઝાડ એક દિવસે એના પર થતી વેદનાનો બદલો લે તો શું થઈ શકે ω તેની રજૂઆત થઇ હતી. ઝાડે કહ્યું કે તું અહીંયા આવી તો ગયો છે પણ પાછો નહિ જાય, આજે તને હું કાપી નાખીશ. આ વાર્તાનું દિગ્દર્શન મેહુલ સુરુંએ કર્યું હતું અને જુનિયર એકટર ક્લબના એટલે કે 8થી 11 વરસના બાળકોએ પર્ફોર્મ કર્યું હતું. જ્યારે બીજી વાર્તા જુનિયર એકટર ક્લબ અને પ્રીમિયર એડિશનના બાળકો દ્વારા ભજવવામાં આવ્યું હતું. જેમાં આજથી 20-25 વર્ષ સુધી જો આ જ પ્રમાણે આપણે પર્યાવરણનો વિનાશ કરતા રહ્યા તો કેવી પરીસ્થિતિનું નિર્માણ થશે તે બાબત વિશે નિર્દેશ કરતા નિર્દેશક રોહિત પ્રજાપતિએ ઝાડને વાણી આપતા દર્શાવ્યું હતું કે ‘હમ હૈ પેડ હમસે હૈ યે ધરતી હમસે હૈ યે આકાશ વર્ષા મેં હમ ખડે હુએ હૈ સરપર લિયે આકાશ, ફલ દેતે ઔર ફૂલ ખીલાતે સબકે બિગડે કામ બનાતે’.

Drama Experiment

પેજ 2 સ્ટેજના બાળકોએ નાટકમાં ઝાડની સંવેદના પ્રસ્તુત કરી

X
Vadodara News - latest vadodara news 043009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી