તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાંકડી વધઘટ, સુસ્ત સોદા વચ્ચે અથડાતાં બજારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંકડી વધઘટ, સુસ્ત સોદા વચ્ચે અથડાતાં બજારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીના બાકીના ચાર બિલ્સને પણ કેબિનેટમાં મંજૂરી તેમજ ઇકો-પોલિટિકલ પરિસ્થિતિ સાનુકૂળ રહેવા છતાં માર્કેટ કોન્સોલિડેશન ઝોનમાંથી પસાર થઇ રહ્યું છે. જોકે એફડીએ મામલે થયેલી કોમેન્ટ્સના કારણે ફાર્મા, બેન્કિંગ, શેર્સમાં પણ નકારાત્મક ટ્રેન્ડ નોઁધાયેલો જોવા મળ્યો હતો. જોકે, એફઆઇઆઇની એકધારી પોઝિટિવ હાજરીના કારણે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં સંગીન સુધારાની સતત ચાલ આગળ વધી રહી છે. ડોલર સામે રૂપિયો આજે વધુ 6 પૈસાના સુધારા સાથે 65.30ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પેકની 30 પૈકી 15 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. જ્યારે બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2974 પૈકી 1058 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1739 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં બજારમાં સ્ટોક સ્પેસિફિક સુધારાનો ટ્રેન્ડ અને માર્કેટ સેન્ટિમેન્ટ ટકાઉપણાનો સંકેત આપે છે.

બેન્કસેક્ટરમાં મિક્સ ટ્રેન્ડ: બેન્કેક્સ142.59 પોઇન્ટ ઘટવા સાથે ઇન્ડેક્સ બેઝ્ડ ફેડરલ બેન્ક 2.19 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.16 ટકા વધ્યા હતા. જ્યારે એક્સિસ બેન્ક 3.28 ટકા ઘટ્યો હતો. પીએનબી, યશ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને ICICI બેન્ક 1.07 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આઇટીશેર્સમાં સાધારણ સુધારો: ફોરેક્સમાર્કેટમાં રૂપિયાની મજબૂતાઇના કારણે આઇટી કંપનીઓની કમાણી ભીંસમાં આવવાની આશંકા છતાં આજે ડેટામેટિક્સ, એફએસએલ, ઇન્ફોસિસ, સાસકેન, સોનાટા સોફ્ટવેર વગેરેમાં સાધારણ સુધારાની ચાલ આગળ વધી હતી. આઇટી ઇન્ડેક્સ પણ 34.17 પોઇન્ટ સુધરી 10475.39 પોઇન્ટ બંધ રહ્યો હતો.

સ્મોલકેપઇન્ડેક્સ વધ્યા મથાળેથી ઘટ્યો: ઇન્ડેક્સઆજે ઇન્ટ્રા-ડે 14099.48 પોઇન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ છેલ્લે જોકે, 27.06 પોઇન્ટના નોમિનલ ઘટાડા સાથે 14027.93 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ ન્યૂલેન્ડ 9.64 ટકા, પ્રેસ્ટિજ 7.74 ટકા, પૂર્વા 7.34 ટકા, ઇરોસ મિડિયા 6.59 ટકા, સંગમ ઇન્ડ. 6.56 ટકા અને ટીએફસીઆઇ 5.84 ટકા સુધર્યા હતા.

સેન્સેક્સ પેકની સ્થિતિ

કંપની બંધ +/-%

આઇટીસી287.651.97

ઓએનજીસી193.701.60

ઇન્ફોસિસ1032.001.12

ડો.રેડ્ડી 2622.80-4.36

એક્સિસબેન્ક 488.00-3.28

પ્રેસ્ટિજ8 ટકા ઊછળ્યો

કંપની બંધ સુધારો

પ્રેસ્ટિજ199.107.74

એચડીઆઇએલ78.102.56

શોભા320.851.70

ઓબેરોયરિયા. 370.001.54

ગોદરેજપ્રોપ. 389.45-1.20

એવન્યુ સુપર માર્કેટના 114 ટકા સુપર ડુપર રિટર્ન સાથેના લિસ્ટિંગના કારણે પ્રાઇમરી માર્કેટના રોકાણકારોને બખ્ખા કરાવી દીધા હતા. શેરદીઠ રૂ. 299ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 640.75ની સપાટીએ બંધ રહેલા શેરમાં પહેલાં દિવસના અંતે ટકાવારીની દ્રષ્ટિએ 114.30 ટકા જ્યારે રૂપિયા સ્વરૂપમાં રૂ. 341.75નો શેરદીઠ જંગી પ્રોફીટ જોવા મળ્યો છે.

એફએમસીજી અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. એફએમસીજી ઇન્ડેક્સ આજે 1 ટકા ઊપરાંત વધ્યો હતો. જોકે ઇન્ટ્રા-ડે 9338.40 પોઇન્ટની ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ વીએસટી 3.62 ટકા, વાડીલાલ ઇન્ડ 3.46 ટકા, એસડીબીએલ 3.39 ટકા, આઇટીસી 1.97 ટકા, જ્યોતિ લેબ 1.49 ટકા, બ્રિટાનીયા 1.42 ટકા સુધર્યા હતા. જ્યારે ડીએફએમ 3.32 ટકા, અવન્તી 3.28 ટકા, દાવત 3.25 ટકા, બલરામ ચીન 2.82 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

એવન્યુ સુપર માર્કેટના IPOમાં 341.75ની કમાણી

એવન્યુ સુપરમાર્ટનું સુપર-ડુપર 114 ટકા અપ લિસ્ટિંગ, રોકાણકારોને બખ્ખા કરાવી દીધા….!!

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો