તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
18લાખની જનસંખ્યાને 4,600 લાખ લિટર પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકાએ નાગરિકોની ફરિયાદો વગર પાણીની અંડરગ્રાઉન્ડ લાઇનમાં 60 લીકેજીસ શોધીને તેની મરામત કરાવીને 1.37 કરોડ લિટર પાણીની બચત કરાવવામાં સફળતાં હાંસલ કરી છે.

158 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં પથરાયેલા વડોદરા શહેરની જનતાને આજવા, મહિસાગર તેમજ ખાનપુરમાંથી પાણી પુરવઠો મેળવીને પાણી વિતરણ કરવામાં આવે છે. આગામી વીસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સિંધરોટ ખાતે પાણીનો નવો સ્ત્રોત ઉભો કરવાની દિશામાં પગરણ માંડવામાં આવી રહ્યા છે.

સામાન્ય રીતે, પાણી વિતરણમાં 25 ટકાથીલઇને 35 ટકા સુધી લાઇન લોસ થતો હોય છે અને તેમ છતાં શહેરીજનોની જરૂરિયાત કરતાં વધુ પાણી પુરવઠો પાલિકા પાસે પર્યાપ્ત છે. ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ ગયું હોવા છતાં ચાલુ વર્ષના ઉનાળામાં પાણીકાપ મૂકવો નહીં તેવો દાવો પાલિકા તરફથી કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, પાલિકા દ્વારા નોન રેવન્યુ વોટર સ્પોટસ એટલે કે વ્યય થતાં પાણીના લીકેજ વાળા ભાગ જાતે શોધી કાઢ્યા છે. જેમાં, દરેક ઝોનમાં સરેરાશ 15 લીકેજ મળ્યા હતા અને તેને ત્વરિત રિપેરીંગ પણ કરાવી લેવામાં આવ્યા છે. લીકેજ મરામતના કારણે પાલિકાને 13.7 એમએલડી એટલે 1.37 કરોડ લિટર પાણી રોજનું વ્યય થતું અટકયું છે અને નાગરિકોના ઘરો સુધી પહોંચી રહયું છે.

મરામતથી સૌથી વધુ ફાયદો દક્ષિણ ઝોનને એટલે કે માંજલપુરથી જાંબુવા સુધી અને ત્યારબાદ અલકાપુરીથી વાસણા સુધીના વિસ્તારને ફાયદો થયો છે. જેમાં, દક્ષિણ ઝોનમાં 56.50 લાખ લિટર, પશ્ચિમ ઝોનમાં 34.50 લાખ લિટર પાણીની રોજની બચત થઇ છે તો ઉત્તર ઝોનમા 4 લાખ લિટર અને પૂર્વ ઝોનમાં 2 લાખ લિટર પાણીનો બગાડ થતો અટકયો છે.

પાણીની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પર ફોકસ

^શહેરમાં 460 એમએલડી પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે. જયારે 300 એમએલડીના નવા સોર્સ સિંધરોટ ખાતે કરવાની કાર્યવાહી હાથ પર છે. વ્યકિતદીઠ 210 લિટર પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે. પાણીની લાઇનમાં લીકેજીસ શોધીને પાણીનો દુવ્યર્વ્યય થતો અટકાવવામાં આવી રહ્યો છે અને પાણી વિતરણ સિસ્ટમ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. > ડો.વિનોદરાવ,મ્યુ.કમિશનર

દક્ષિણ વિસ્તારમાં 56.50 લાખ લિટર પાણીનો વ્યય બચ્યો : ફરિયાદ વગર જાતે લીકેજિસ શોધ્યા

60 સ્થળોએ લીકેજની મરામતથી પાણીની બચત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો