તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સયાજીપુરાની જમીનની તપાસ મામલે અનેક છીંડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સયાજીપુરાની જમીનની તપાસ મામલે અનેક છીંડા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સયાજીપુરાનીલગડી જેવી જમીનની રૂા. 35 કરોડ અને રૂા. 53 કરોડની કિંમતથી લઇ પોલીસ તપાસમાં શરૂઆતથી છીંડા રહેતા મામલો ગૂંચવાયો છે. અત્યાર સુધી જમીનના મુદ્દે 2 ફરિયાદ થઇ છે અને હજુ પણ વધુ ફરિયાદ થાય તેવી શક્યતા છે. અલબત્ત, પીઆઇ રાહુલ પટેલ અને રતિલાલ પટેલ હજુય પોલીસ પહોંચથી દૂર છે.

કેસની િવગતો અનુસાર સયાજીપુરાની સીમમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ રાહુલ પટેલ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. સામા પક્ષે બિલ્ડર ભદ્રેશ દેસાઇએ જમીનના કુલમુખત્યાર રતિલાલ પટેલ સહિત તેના પરિવારજનો સામે ફરિયાદ કરતા બંને પક્ષે ગુના નોંધ્યો હતો. જોકે, સયાજીપુરાની સીમમાં આવેલી જમીનની કિંમત સહિતના મામલે પોલીસ તપાસમાં શરૂઆતથી વિવાદ સર્જાવા પામ્યો હતો. એક તબક્કે પોલીસ તંત્રનું રાજકરણ પણ ઉઘાડું પડી ગયું હતું.

બંને ફરિયાદો પૈકી રાહુલ પટેલ અને રતિલાલ પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. બીજી તરફ પોલીસે પણ કાચુ કાપ્યુ હોવાનું સપાટી પર આવ્યું હતું. અલબત્ત, આગામી દિવસોમાં જમીનના મુદ્દે વધુ એક ફરિયાદ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

2 ફરિયાદ થયા બાદ હજુ આંક વધવાની વકી

રાહુલ પટેલ હજી પોલીસની પકડથી દૂર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો