તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બિલાબોંગના વાલીઓએ સહીઝુંબેશ આગળ ધપાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલાબોંગના વાલીઓએ સહીઝુંબેશ આગળ ધપાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

કલાલી-વડસરરોડ પર આવેલી બિલાબોંગ ઇન્ટરનેશન સ્કૂલના સંચાલકો દ્વારા વધારેલી 10 ટકા ફી સામે આંદોલન કરી રહેલા વાલીઓએ સતત બીજા દિવસે સહી ઝુંબેશ યથાવત રાખી હતી. વાલીઓ હજુ બે દિવસ સુધી ફી વધારા સામે સહીઓ એકત્રિત કરશે અને તે પછી શહેર ડીઇઓને તે સંદર્ભે રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

બિલાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રિ-પ્રાઇમરીથી લઇને ધો.૧૨ના વિદ્યાર્થીઓની ફીમાં 10 ટકાનો વધારો કર્યો હતો. જેની સામે વાલીઓએ સહી ઝુંબેશ હાથ ધરી હતી. વાલી અલયુષ સુર્વેએ જણાવ્યું હતું કે આજે બીજા દિવસે પણ સહી ઝુંબેશ ચાલુ રાખી હતી. અત્યાર સુધીમાં 180 જેટલા વાલીઓએ પોતાના વિરોધ સાથે સહીઓ કરી છે. જે અમે ડીઇઓ તથા સ્કૂલના પ્રિન્સીપાલને પણ સોંપીશું.

ડીઇઓને સહી સાથેનું આવેદન આપી રજૂઆત કરાશે

અત્યાર સુધીમાં 180 વાલીઓએ સહી કર્યાનો દાવો

સ્કૂલને અત્યાર સુધીમાં 7 કરોડનું નુકશાન થયું છે

^બિલાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલ વર્ષ 2006થી સતત નુકશાનમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 7 કરોડનું નુકશાન થયું છે. દર વર્ષે નિભાવ ખર્ચ, ઇલેક્ટ્રીસીટી, વિદ્યાર્થીઓ સુવિદ્યા, શિક્ષકોના પગાર પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ખર્ચા છતાં ઉત્તમ સુવિદ્યાઓ આપી રહ્યા છીએ. વર્ષ 2015-16માં અમે 5 ટકા ફી વધારી હતી. ચાલુ વર્ષે સરકારના નિયમ હેઠળ 10 ટકા ફી વધારી છે. જે જરૂરી પણ હતી. > લીનાઆશર, ચેરપર્સન,કાંગારૂ કીડ્સ એજ્યુ.લીમીટેડ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો