તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા | શહેરમાંઆવેલા આરટીઓ ઓફિસ ખાતે વર્ષોથી પીવાના પાણીનો પશ્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | શહેરમાંઆવેલા આરટીઓ ઓફિસ ખાતે વર્ષોથી પીવાના પાણીનો પશ્ન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | શહેરમાંઆવેલા આરટીઓ ઓફિસ ખાતે વર્ષોથી પીવાના પાણીનો પશ્ન છે. જે ટુંક સમયમાં ઉકેલાશે રાજ્ય સરકાર દ્વારા આરઓ સિસ્ટમ આપવામાં આવી છે. જે અંદાજે એક સપ્તાહમાં ફિટ થશે. મુલાકાતીઓને ઠંડુ પાણી મળશેે તેવુ આરટીઓ અધિકારીએ જણાવ્યુ હતુ.શહેરના સિમાડે દરજીપુરા ખાતે બનાવેલા આરટીઓ ઓફિસમાં પીવાના પાણીનો પ્રશ્ન છે. ભૂગર્ભજળ અંદાજે 900 ટીડીએસ ઉપરનું હોવાથી પીવા લાયક નથી. આરટીઓ ખાતે આવતા અંદાજે 2000 લોકોએ વેચાતુ પાણી પીવુ પડે છે. વિસ્તાર સેવાસદનમાં આવતો હોવાથી પાણીની લાઇન આપવા સેવાસદન ઇન્કાર કર્યો હતો. દર વર્ષે ઉનાળામાં પીવાના પાણી અંગે મુશ્કેલી વધે છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આરઓ સિસ્ટમ આપવામાં આવી છે. તેમજ એક કુલર પણ આપવામા આવ્યુ છે. ઓફિસની ઉપર સિસ્ટમ ફિટ થતા ટુંક સમયમાં પીવાનું ઠંડુ પાણી મુલાકાતીઓને મળશે. આરટીઓ અધિકારી ડી.એમ.રાવે જણાંવ્યુ હતુ કે ઝીરો ટીડીએસ વાળુ પાણી લોકોને મળશે. આરટીઓ ઓફિસ ખાતે પીવાના પાણીની અસુવિધા અંગે અગાઉ વડોદરાના મેયરે બેંક દ્વારા લોન અપાવવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ સમગ્ર વિષય રાજ્ય સરકાર હસ્તક હોવાથી કાર્ય અટક્યુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્રાન્સપોર્ટ મંત્રી હતા ત્યારે ગત વર્ષે આરટીઓની મુલાકાત લીધી હતી.ત્યારે વિષય તેમના ધ્યાને મુકવામાં આવ્યો હતો.

RTOમાં પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ મુકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો