તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શાસક પક્ષના નેતા માટેની નવી ઇનોવા કાર મેયરે પચાવી પાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસક પક્ષના નેતા માટેની નવી ઇનોવા કાર મેયરે પચાવી પાડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકામાં મેયર માટે ઇનોવા કાર હતી અને બે વર્ષ પહેલા કારની ખરીદી કરવામાં આવી હતી. મેયર ભરત ડાંગરનો થોડા સમય અગાઉ દક્ષિણ ગુજરાતથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઇનોવા કારને અકસ્માત થયો હતો તે નોંધનીય છે. બીજી તરફ, પાલિકામાં ભાજપનું શાસન છે અને શાસક પાંખના નેતા માટે કારની ફાળવણી કરવાનો પહેલી વખત નિર્ણય લેવામાં આવ્યો હતો.

જે અંતર્ગંત, શાસક પક્ષના નેતા નિલેશ રાઠોડને રૂા.18 લાખની સાત સીટર ઇનોવા કાર ફાળવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને તેની ખરીદી માટે સ્થાયી સમિતિની તા.10 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી.આ બેઠકમાં મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ માટે પણ મોડેલ ખરીદીને બહાલી આપવામાં આવી હતી.

મંજુરી બાદ શાસક પાંખના નેતા નિલેશ રાઠોડને નવી કાર ના આવે ત્યાં સુધી સ્કોર્પિયો કાર હંગામી ધોરણે આપવામાં આવી હતી. પરંતુ,શાસક પાંખના નેતા માટે મંજુર થયેલી નવી ઇનોવા કારની ડીલીવરી પાલિકાને મળતાં તેના પર સીધો મેયરે કબજો જમાવી દીધો છે. શાસક પાંખના નેતા માટે નવી ઇનોવા કાર મંજુર થઇ હોવા છતાં મંજુર થયેલી કાર બારોબાર મેયર ભરત ડાંગરને આપી દેવામાં આવી હતી અને મેયર દ્વારા ઉપયોગમાં લેવાતી જૂની કાર શાસક પાંખના નેતાને આપી દેવામાં આવી છે.નવી કાર પર મેયરનું બોર્ડં પણ લગાડી દેવામાં આવ્યું છે.

મને મેયરની જૂની કાર ફાળવાઇ છે

મારી કાર જૂની થતાં બદલવાની હતી

^ શાસક પક્ષના નેતા માટે નવી ઇનોવા કારની ખરીદી કરવા માટે અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ મને નવી ઇનોવા કારની ફાળવણી કરાઇ નથી પણ મેયર પાસે જે જૂની ગાડી હતી તે મને હાલમાં ફાળવવામાં આવી છે. > નિલેશરાઠોડ, નેતા,શાસક પક્ષ પાલિકા

^ શાસક પક્ષના નેતા માટે નવી ઇનોવા કાર ખરીદવા માટે ઠરાવ કરાયો હતો.મારી કાર જૂની થઇ હોવાથી તેને બદલવાની હતી. શાસક પક્ષના નેતાની નવી ઇનોવા કાર આવતા મને વાપરવા આપી છે. જેથી, શાસક પક્ષના નેતાને મારી કાર આપી છે. > ભરતડાંગર, મેયર

અગાઉ વૈભવી કારનો અભરખો ભારે પડયો હતો

બે વર્ષં પહેલા તત્કાલિન મેયર ભરત શાહ ના સમય ગાળામાં કાર લાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પણ મોંઘીદાટ ફોર્ચ્યુનર કાર લાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ટાણે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ર્સ્કોપિયો કાર વાપરતા હતા અને તત્કાકાલિન મેયર ભરત શાહને નરેન્દ્ર મોદી કરતાં મોંઘી કાર લાવવાનો અભરખો ભારે પડયો હતો અને ડીલીવરી રદ કરવાની ફરજ પડી હતી.

શાસક પક્ષના નેતાના નામે 18 લાખના ખર્ચનો ઠરાવ થયો હતો

પોતાને ફાળવાયેલી જૂની કાર શાસક પક્ષના નેતાની આપી દીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો