તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોરડાં વગોવ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતનીયુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાથી અલગ રહેતા પુત્રએ પોતાની પુત્રવધૂ અને બે સાળા તથા સાળીના ત્રાસથી તંગ આવી જઇ મોતને વહાલું કર્યું હોવાનો આરોપ લગાવી પુત્રની માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃત્યુ પામનારા યુવકની પત્ની તથા બે સાળા અને સાળી સામે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર કેસની તપાસ એસ.સી એસ.ટી સેલના એસીપીને સોંપવામાં આવતા એસીપીએ તપાસ શરુ કરી હતી.

છાણી જકાતનાકાની ગાયત્રી ધામ સોસાયટીમાં રહેતા કલ્પના ભાનુપ્રસાદ શ્રીમાળીના પુત્ર સંદીપે 2013ના વર્ષમાં સુરતના ઓલપાડમાં રહેતી પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંદીપ અને પ્રિયંકા અલગ રહેવા જતા રહ્યા હતા. જો કે લગ્નના થોડા સમય બાદ પ્રિયંકા સાથે સંદીપના મનભેદ થયા હતા. આવકના પ્રમાણમાં પ્રિયંકા અતિશય ખર્ચો કરતી હોવાથી સંદીપને ગમતું હતું અને તેણે પ્રિયંકાને સમજાવી હતી. જો કે પ્રિયંકા માની હતી. નાની નાની વાતોમાં પ્રિયંકાએ ઝઘડા શરૂ કર્યા હતા.સંદીપ સાથે ઝઘડા કરી તેને મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી. પુત્રવધૂ પ્રિયંકાએ પોતાના પુત્ર સંદીપ પર માનસિક અત્યાચાર ગુજારીને તેને મરી જવા દુષ્પ્રેરણા આપી હોવાનો આરોપ સંદીપની માતાએ લગાવ્યો હતો. પોલીસે મામલે એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી તપાસ એસ.સી એસ.ટી સેલના એસીપી ફાલ્ગુની પટેલને સોંપાઇ છે.

મૃતકની પત્ની તથા બે સાળા અને સાળી સામે ગુનો દાખલ : કેસની તપાસ એસીપીને સોપાઇ

વહુના ત્રાસથી મારા પુત્રે આપઘાત કર્યો : માતાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો