• Gujarati News
  • National
  • વિવાદો અંગે સત્તાધીશો કોઇ સ્પષ્ટતા કરતા નથી

વિવાદો અંગે સત્તાધીશો કોઇ સ્પષ્ટતા કરતા નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.ના ભ્રષ્ટાચારના મામલે CBI દ્વારા તપાસ કરવા માગ

વ્યક્તિગત લડાઇમાં હાથો બનાવ્યાં

કોમર્સના ડીન પદેથી શરદ બંસલનું રાજીનામું

એમ.એસ.યુનિવર્સિટીનાવીસીએ સમ્રગ સિન્ડિકેટને ગેરમાર્ગે દોરીને ઉમેશ ડાંગરવાલાને પાંચ વર્ષ સુધી કોઇ પણ શૈક્ષણિક કે વહીવટી હોદો નહિ આપવાના ઠરાવ બાદ મુદે ભારે વિવાદ ઉભો થયો છે અને વીસી સામે સિન્ડિકેટના સભ્યએ પણ વાંધો ઉઠાવ્યો છે અને મુદે સવાલો પણ પૂછયા છે.

જાગૃત સિન્ડિકેટ સભ્યોએ ઉઠાવેલા પ્રશ્નોમાં ફેક્ટ ફાઇડીંગ કમીટીની રચના કરી દીધાના માત્ર 32 દિવસમાં કમિટિની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે જેના પર સવાલ ઉભો કર્યો છે, રીપોર્ટમાં કોઇ તારીખ કેમ લખવામાં આવી નથી, વીસીએ રીપોર્ટ મળ્યાના 7 થી 8 કલાકમાં વધારાનો અેજન્ડામાં તત્કાલીક સામેલ કરવાની કેમ જરૂર થઇ,રીપોર્ટમાં કોઇ પણ વ્યકતિગત ઉલ્લેખ નથી તો સિન્ડિકેટમાં વ્યકિતગત નામ કેવી રીતે ચર્ચામાં આવ્યું, કમિટિના રીપોર્ટમાં સૂચનો બીકોમ હોનર્સને સારી રીતે ચલાવવા માટે છે કોઇ પણ એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનો કોઇ ઉલ્લેખ નથી તેવા સમયે ફકત ઉમેશ ડાંગરવાલાને સજા કરવાનો ઠરાવ કેમ કરવામાં આવ્યો છે, હકીકતમાં વીસી પરિમલ વ્યાસ તમામ પ્રશ્નો ના સંતોષકારક જવાબ આપી શકે તેવિ સ્થિતિમાં નથી. વીસી પરિમલ વ્યાસ અને ડાંગરવાલાની વ્યકતિગત લડાઇમાં સિન્ડિકેટને હાથો બનાવી છે.

જાગૃત સિન્ડિકેટ સભ્યોએ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા

બિલો પાસ કરવામાં ગેરરીતિ કરાઈ હોવાનો સત્યજીત ગાયકવાડનો ઇમેઇલ

યુજીસીની ગ્રાંટનો દુરુપયોગ કરાયો હોવાનો પૂર્વ સાંસદનો આક્ષેપ

ડાંગરવાલા પ્રકરણમાં VCએ સિન્ડિકેટને ગેરમાર્ગે દોરી!

એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીના ડીન શરદ બંસલે ડીન પરથી રાજીનામું આપી દીધું છે. ડીન પદ છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી નિમાયેલા શરદ બંસલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. શરદ બંસલે અગાઉ પણ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું જોકે તે સમયે વીસી દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું ના હતું.

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો સામે ઉભા થયેલા વિવાદો બાદ પણ જે મુદાઓ ઉઠયા છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકાર નિયુકત સિન્ડિકેટ સભ્ય ડો.અશોક મહેતાએ જણાવ્યું હતું કે ઉમેશ ડાંગરવાલાને ખોટી રીતે સજા આપવા સહિતના 10 જેટલા મુદાઓની સ્પષ્ટતા માંગવામાં આવી હતી જે અંગે હજુ સુધી કોઇ જવાબ યુનિ. સત્તાધીશો તરફથી આપવામાં આવ્યો નથી. જે બતાવે છે કે અંધેર વહીવટ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...