• Gujarati News
  • National
  • ઇન્ડીગોની દિલ્હી વડોદરા ફ્લાઇટ 1 કલાક મોડી પડી

ઇન્ડીગોની દિલ્હી-વડોદરા ફ્લાઇટ 1 કલાક મોડી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

દિલ્હીથીવડોદરા આવતી રાતની ફ્લાઇટ મંગળવારે એક કલાક મોડી આવી હતી. અત્રે 8:40 વાગે આવતી ફ્લાઇટ અંદાજે 9:40 વાગે આવી હતી.જે નીયત સમય કરતા એક કલાક મોડી હતી. એરપોર્ટ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મૂજબ દિલ્હીમાં ખરાબ હવામાનને પગલે ફ્લાઇટ મોડી હોઇ શકે. જોકે સત્તાવાર કારણ જાણવા મળ્યુ નથી. ઉલ્લેખનીય છે કે ઇન્ડીગો એરલાઇન્સમાં પાયલોટના પ્રશ્નેે અગાઉ પણ રાતની ફ્લાઇટ મોડી આવી હતી.તેમજ સવારની દિલ્હીની ફ્લાઇટ બંધ કરવામાં આવી હતી. આજે દિલ્હી વડોદરા ફ્લાઇટ મોડી પડતા અંદાજે 300 જેટલા ંમૂસાફરો અટવાયા હતા. વડોદરા એરપોર્ટ પર હાલ ડોમેસ્ટીક ફ્લાઇટ વધારવા માટે શિડ્યુલ તૈયાર થઇ રહ્યો છે. ઓગષ્ટથી જેટની નવી ફલાઇટ શરૂ થવાની છે.

300 જેટલા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા

અન્ય સમાચારો પણ છે...