• Gujarati News
  • National
  • પાછલા સત્રના પરિણામો વગર વર્ગો શરૂ

પાછલા સત્રના પરિણામો વગર વર્ગો શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે પરિણામો જાહેર કરવા બાંહેધરી

મ.સ.યુનિવર્સિટીનીઆર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષાનારીઝલ્ટ જાહેર કરાતા મંગળવારે યુવા શક્તિ ગૃપ દ્વારા હેડ ઓફીસ ખાતે વિરોધ વ્યક્ત કરીને યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નિરજા જયસ્વાલને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આશ્ચર્યજનક બાબત છે કે, પાછલા સત્રના પરિણામોની જાહેરાત સમયસર કરાતા ફેકલ્ટી ખાતે રીઝલ્ટ વગર આગામી સત્રના વર્ગો શરૂ કરી દેવમાં આવ્યાં હતાં.

દર વર્ષની જેમ મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં શૈક્ષણિક સત્રમાં પણ વિદ્યાર્થીઓના પરિણામો ઘોંચમાં પડ્યાં છે. આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષા પૂર્ણ થયે 2 મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં પરિણામો જાહેર નહિં કરાતાં યુવા શક્તિ ગૃપના કેતન ઠાકોર તથા ભગવાન દેસાઈની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપીનેે રજુઆત કરી હતી. રજીસ્ટ્રારે ગુરુવાર સુધીમાં એફ.વાય.બી.એ. સહિતના બાકી પરિણામો જાહેર કરવાની બાંહેધરી આપી હતી.

પાછલાં સત્રના પરિણામો સમયસર જાહેર કરાયા હોવાથી હજું સુધી એસ.વાય. તથા ટી.વાય. બી.એ.ની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરિણામ તથા પ્રવેશ પ્રક્રિયા વગર ફેકલ્ટીમાં વર્ગો શરૂ કરી દેવાયા હોવાનો આક્ષેપ કેતન ઠાકોરે કર્યો હતો.

આર્ટ્સનાં પરિણામ જાહેર કરાતાં આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...