• Gujarati News
  • National
  • ફ્લેટોના ખોટા દસ્તાવેજો બનાવી ફ્લેટ વેચી નાખ્યો હતાે

ફ્લેટોના ખોટા દસ્તાવેજો બનાવી ફ્લેટ વેચી નાખ્યો હતાે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડોની છેતરપિંડી કરતા ચિરાગ પટેલની ધરપકડ

આરોપી પાસેથી રૂા. 5.40 કરોડ રિકવર કરવાના બાકી

અકોટાવિસ્તારમાં આવેલા આશિર્વાદ રેસીડન્સીમાં ફ્લેટ વેંચી નાંખી કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી. અારોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, ટ્યુબ કંપની સામેના કમલાંજલી ફ્લેટમાં રહેતા મેઘનાબહેન આશીતભાઇ દેસાઇએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની અકોટા શ્રીનગર સોસાયટીમાં વડિલોપાર્જિત મિલકત આવેલી હતી. મકાનની જગ્યાએ નવી ઇમારત બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું. જગ્યાને ડેવલોપ કરવાનું કામ ભાગીદાર ચિરાગ કાંતીલાલ પટેલ ( રહે. આર્શિવાદ સોસાયટી, હરણી -વારસિયા રીંગ રોડ) ને સોંપ્યું હતું. જેમાં નવ ફ્લેટ બનાવવાનું નક્કિ થયું હતું જેમાં ઉપરનો માળ આસીતભાઇને રાખવાનું તેવું નક્કિ થયું હતું.

ત્યાર બાદ ભાગીદારે જગ્યા પર આશિર્વાદ રેસીડન્સીના નામે ઉભી કરાયેલી મિલકતમાં સન ડેવલોપર્સના અન્ય ભાગીદારોને અંધારામાં રાખી ખોટી સહિઓ કરાવી ખોટા વેચાણ દસ્તાવેજ અને બાનાખતો તૈયાર કરાવ્યા હતાં.આ ભાગીદારે દસ્તાવેજોના આધારે ધી કો.ઓે બેંક ઓફ રાજકોટની અલકાપુરી શાખામાં બોગસ એકાઉન્ટ પણ ખોલાવી દીધુ હતું. તેણે ભાગીદાર મેઘનાબહેનની જાણ બહાર આશિર્વાદ રેસીડન્સીના ફ્લેટનું ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી નાણાકિય કૌભાંડ આચર્યું હતું. પોલસે બનાવમાં સંડોવાયેલા આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી હતી.આજે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, રૂા.5.40 કરોડ રિકવર કરવાના બાકી છે. બેંક એકાઉન્ટની તપાસ કરવાની છે. દસ્તાવેજ તેમજ બાનાખતમાં ખોટી સહિઓ કરી હોવાના કારણે તેની તપાસ કરવાની છે. ફરિયાદીએ એક ફ્લેટની કિંમત રૂા.80 થી રૂા.90 લાખ મુકી હતી અને આરોપીએ તે ફ્લેટ રૂા.40 થી રૂા.52 લાખમાં વેંચ્યાં હતા એટલે તે પાછળનો આશય શુ હતો તેની તપાસ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...