• Gujarati News
  • National
  • ફી વધારો માંગનાર સ્કૂલો પાસે પુરાવા માટે ફોટાેગ્રાફ મંગાવાશે

ફી વધારો માંગનાર સ્કૂલો પાસે પુરાવા માટે ફોટાેગ્રાફ મંગાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઝોનની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 30મી જૂનથી ફી વધારો માંગનાર સ્કૂલોની સુનાવણી હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ફી વધારો માંગનારી સ્કૂલો પાસે પુરાવા રૂપે ફોટોગ્રાફ મંગાવવાની કામગીરી કરવામાં આવી છે.

રાજય સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિ દ્વારા ખાનગી સ્કૂલોની ફી વધારાની દરખાસ્તો તથા સોગંદનામા પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા ઝોનની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 30મી જૂનથી ફી વધારો માંગનારી સ્કૂલોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. રોજ તબક્કાવાર 5 થી 6 સ્કૂોલની સુનાવણી હાથ ધરવામાં આવશે. 11મી સુધીમાં 62 જેટલી સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત પર સુનવણી હાથ ધરાશે.જે માટે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ હાજર થવા માટે સ્કૂલોને નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. ફી વધારાની માંગણી કરી છે તેના માટેના પૂરાવા રૂપે ફોટા રજૂ કરવા પડશે.

સોંગદનામા-દરખાસ્તોની ચકાસણી પૂર્ણ થઈ

ફી નિર્ધારણ સમિતિ દ્વારા સોગંદનામા અને દરખાસ્તોની ચકાસણી લગભગ પૂરી થવા આવી હોવાની વિગતો જણવા મળી છે. વડોદરા ઝોનના સાત જિલ્લાઓમાંથી અંદાજે 2000 જેટલી સ્કૂોલએ સોગંદનામા રજૂ કર્યા છે જયારે 175 જેટલી સ્કૂલોએ ફી વધારાની દરખાસ્તો રજૂ કરી છે જે અંગે સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

ફી નિર્ધારણ સમિતિ દ્વારા 30મી જૂનથી ફી વધારો માંગનાર સ્કૂલોની દરખાસ્તો પર સુનવણી હાથ ધરશે. સમિતિ દ્વારા રોજની 5 થી 6 જેટલી સ્કૂલોની સુનવણી હાથ ધરવામાં આવે તેવી શકયતાઓ છે. કુલ 62 સ્કૂોલની સુનવણી 11મી તારીખ સુધીમાં હાથ ધરવામાં આવશે બાદમાં અન્ય સ્કૂલોની સુનવણી હાથ ધરવામાં આવશે.

62 સ્કૂોલની સુનવણી 11મી તારીખ સુધી થશે

રોજ તબક્કાવાર 5 થી 6 સ્કૂલોની સુનાવણી કરવામાં આવશે

ફી નિર્ધારણ સમિતિ 30મી તારીખથી સુનાવણી હાથ ધરશે

અન્ય સમાચારો પણ છે...