• Gujarati News
  • National
  • દાવેદારોને સાંભળવા કોંગ્રી નિરીક્ષકો શહેરમાં

દાવેદારોને સાંભળવા કોંગ્રી નિરીક્ષકો શહેરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટંર | વડોદરા

વિધાનસભાનીચૂંટણી વહેલી યોજાય તેવા એંધાણ વર્તાતા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો પાયો નાંખ્યો છે. શહેરની પાંચ બેઠકના દાવેદારોને સાંભળવા માટે કોંગી નિરીક્ષકો સોમવારે વડોદરા આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની મુદત ડીસેમ્બર મહિનામાં પૂરી થનાર છે પરંતુ ઉત્તર પ્રદેશના પરિણામ બાદ તેનો લાભ લેવા માટેભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી મહિના વહેલી કરવાના અણસાર મળી રહ્યા છે. સંજોગોમાં, ઉમેદવારોની પસંદગીમાં છેલ્લી ઘડીએ કાચુ ના કપાય તે માટે પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવા માટે તમામ 182 બેઠક પર નિરીક્ષકોની નિમણૂંક કરી છે. એટલુ નહીં, તમામ સંસદીય બેઠક દીઠ પણ એક એક નિરીક્ષક રહેશે.

વડોદરા શહેરની વિધાનસભાની પાંચ બેઠક છે અને દરેક બેઠક માટે પાંચ થી સાત દાવેદારો હોવાનુ મનાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, દરેક વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરવા માટે કોંગ્રેસ માપદંડ નક્કી કર્યા છે અને તે મુજબ 20 હજારથી વધુ મતોની સરસાઇથી પરાજિત તેમજ બે ટર્મથી સતત હારનો સામનો કરનારને ઉમેદવારીની તક મળનારી નથી. વડોદરા શહેરની પાંચ પૈકી માંજલપુર વિધાનસભા બેઠકની ગત ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ચિન્નમ ગાંધી હાલમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હોવાથી ત્યાં નવા દાવેદારોને તક મળશે. તેવી રીતે, શહેર વાડી વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર જયશ્રી સોલંકી હાલમાં ભાજપના કાઉ્ન્સિલર છે. જયારે, સયાજીગંજ વિધાનસભા બેઠક માટે ગત ચૂંટણીમાં દાવેદારી નોંધાવનાર કિરીટ જોષી પણ હાલમાં ભાજપ સાથે સંકળાયેલ છે.

બેઠક દીઠ નિરીક્ષક, બે વખત પરાજિતોની બાદબાકી

વિધાનસભાની ચૂંટણી વહેલી થવાના અેંઘાણ વર્યાતા

અન્ય સમાચારો પણ છે...