• Gujarati News
  • National
  • વૉટ્સઍપના માધ્યમ દ્વારા વિવિધ સામાજીક માહિતી પણ મેળવી શકાય!

વૉટ્સઍપના માધ્યમ દ્વારા વિવિધ સામાજીક માહિતી પણ મેળવી શકાય!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાત ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો

સિટીઝન્સ પાસે હિસ્ટ્રી-મદ્યપાનની જાણકારી સૌથી વધુ જોવા મળી

મોટાભાગનો સમય સોશ્યલ મીડિયા પર કાઢતા લોકો ચેટિંગ,ફોટો શેરિંગ તથા વિવિધ મેસેજીસની આપલે માટે કરતા હોય છે. યુવાનોમાં લોકપ્રિય વોટ્સએપ મેસેન્જર પર એમ.એસ.યુનિ.ની ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન વિભાગની રિસર્ચ સ્કોલર દ્વારા વોટ્સએપ પર રિસર્ચ કરવામાં આવ્યું છે. ડો.અવની મણિયારના ગાઇડન્સમાં થયેલ રિસર્ચ વિશે માહિતી આપતાં રિસર્ચર આનલ મોદીએ જણાવ્યું હતું કે, 18થી 25 વર્ષના વયજૂથના યુવાનોને પ્રોજેકટમાં સામેલ કરવામાં આવ્યા હતા. વિવિધ સામાજિક મુદ્દાઓ પર યુવાનોને કેટલી માહિતી છે અને પોતાના વિચારો શેર કરી શકે અને તેવા આશયથી 30 સભ્યોનું એક વોટ્સએપ ગ્રૂપ બનાયું હતું. ક્વિઝને લગતા ગ્રૂપમાં સાત જેટલા ટોપિકનો સમાવેશ કરાયો હતો. 8 મહિનાના પ્રોજેકટમાં પ્રથમ મહિનો મોકરાઉન્ડ રાખવામાં આવ્યો હતો અને બાદમાં દર મહિને એક ટોપિક પર ક્વિઝ કરવામાં આવી હતી. સાત જેટલા ટોપિકનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર અંગેની જાણકારી,આલ્કોહોલિઝમ,સેવ એન્વાયર્નમેન્ટ,જી.કે,એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ તથા હેલ્થ એન્ડ હાઇજીનનો સમાવેશ કરાયો હતો. 30 જણાના ગ્રૂપમાં 18 યુવતીઓ અને 12 યુવકોનાે સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક મુદ્દા પર પ્રશ્નો પૂછવામાં આવતા હતા. ગ્રૂપના મેમ્બરો દ્વારા તેના જવાબો આપવામાં આવતા હતા.

વડોદરા શહેર અંગેની જાણકારી

> આલ્કોહોલિઝમ

>સેવ ગર્લ ચાઇલ્ડ

>સેવ એન્વાયર્નમેન્ટ

>જનરલ નોલેજ

>એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ

> હેલ્થ એન્ડ હાઇજીન

વોટ્સએપ પર કરવામાં આવેલી ક્વિઝના રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે ગ્રૂપના મેમ્બરોને વડોદરાનો ઇતિહાસ અને આલ્કોહોલિઝમ પર વધુ જાણકારી હતી. મોટા ભાગના લોકોએ તેના જવાબો વિસ્તાર- પૂર્વક આપ્યા હતા. યુવાનોમાં બંને ટોપિક પર વધારે નોલેજ હોવાનું બહાર આવ્યું હતું. જયારે વોકેશનલ ટ્રેનિંગ અને હેલ્થ અને હાઇજીન પર ઓછી જાણકારી હતી.

સામાજીક મુદ્દાઓને આવરી લઈ વોટ્સએપનું એક ખાસ ગ્રૂપ બનાવાયું

એમ.એસ.યુનિ.ની રિસર્ચ સ્કોલર દ્વારા કરાયેલા અભ્યાસનું રસપ્રદ તારણ

અન્ય સમાચારો પણ છે...