તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બીસીએ એસોસિયેટ મેમ્બર થતાં રૂા.60 કરોડ અટવાઇ જવાની ભીતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીસીએ એસોસિયેટ મેમ્બર થતાં રૂા.60 કરોડ અટવાઇ જવાની ભીતિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીસીસીઆઇની કમિટી આેફ એડમિનિસ્ટ્રેશન (સીઓએ) દ્વારા નીતિનિયમોનું નવું માળખું બનાવાયું છે. જેના માટે બોલાવાયેલી એક ખાસ બેઠકમાં બીસીએને બોલાવાયું નથી.પણ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને આમંત્રણ આપવામાં આવ્યુ્ં છે. જેના પગલે ગુજરાતનાં ત્રણેવ એસોસિયેશનને હવે એક સ્ટેટ એક વોટનો નિયમ લાગુ કરાયો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.જેના પગલે બીસીએને મળનારી આર્થિક સહાય સામે સવાલો ઉભા થયા છે.

બીસીએનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લે 2012-13માં બીસીસીઆઇ તરફથી ગ્રાન્ટ પેટે રૂ,વીસ કરોડ મળ્યા હતા.ત્યારબાદ બીસીએ દ્વારા નિયત સમયમાં હિસાબો તૈયાર ના થતાં નિયમિત ગ્રાન્ટ મળી નથી.ગયા વરસે એક એજીએેમ થઈ હતી ત્યારે વચગાળાની સહાય પેટે બીસીએને રૂ.11 કરોડનો ચેક મળ્યો હતો.આમ કુલ બીસીએના બીસીસીઆઇ પાસેથી કુલ રૂ.60 કરોડ લેવાના થાય છે.બીસીએના ખજાનચી અમૂલ જીકારના જણાવ્યા મુજબ એક સ્ટેટ એક વોટનો નિયમ ભલે બીસીએને લાગુ પડે પણ તેની આર્થિક સહાય પર કોઈ ફેર નહિ પડે. એટલે ખાસ ફેર નહિ પડે એમ હાલના તબક્કે લાગે છે. બીસીએના સભ્ય કલ્પેશ પરમાર કહે છે કે એસોસિયેટ મેમ્બર મુજબ સહાય પૂરતી ના મળે તો બીસીએના ઘણા બધાને આર્થિક ફટકો પડશે. ઉલ્લેખનીય છે કે હવે ગુજરાતનાં ત્રણ એસોસિયેશનને હવે એક સ્ટેટ એક વોટનો નિયમ લાગુ કરી દેવાયો છે. જેને પગલે હવે બીસીએ એસોસિયેટ મેમ્બર બની ગયું છે.

બીસીએના બીસીસીઆઇ પાસેથી કુલ રૂ.60 કરોડ લેવાના હજી બાકી છે

ગુજરાતનાં ત્રણ એસોસિયેશનને હવે એક સ્ટેટ એક વોટનો નિયમ લાગુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો