તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વીએસઇના કેસની 18મી એપ્રિલે વધુ સુનાવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીએસઇના કેસની 18મી એપ્રિલે વધુ સુનાવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુજ્ઞેય સાથે સમાધાન નહીં, હવે ન્યાય મેળવીને જંપીશ

કેનેડાનાટોરેન્ટો સ્વામીનારાયણ મંદિરના ચકચારી સુજ્ઞેય સ્વામી કેસમાં બંને પક્ષ વચ્ચે હવે સમાધાન થઇ ગયું હોય તેવી શરૂ થયેલી વ્યાપક ચર્ચા થઇ રહી છે. ત્યારે પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેણે કોઇની સાથે સમાધાન કર્યું નથી. પીડિતાનાં વકીલ સોનલ જોશીએ જણાવ્યું હતું કે યુવતીનો મેસેજ આવ્યો હતો કે તેણે મામલે કોઇની સાથે સમાધાન કર્યુંં નથી. કોઇ પણ ભોગે ન્યાય મેળવવા તે મક્કમ હોવાનું તેણે જણાવ્યું હતું.

કેનેડામાં આવેલા ટોરેન્ટો સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં સુજ્ઞેય સ્વામી વિરુદ્ધ પોતાની ઉપર મંદિરના રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની મૂળ ગુજરાતી યુવતીએ કેનેડા પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં ચકચાર મચી ગઇ હતી.દરમિયાન મદદ માટે કેનેડાની યુવતીએ અમદાવાદ સ્થિત એડવોકેટ સોનલ જોશીના માધ્યમથી હરિધામ સોખડા અને સંતો સામે નોટિસ ઇશ્યૂ કરી હતી. છેલ્લા બે ત્રણ દિવસથી વ્યાપક ચર્ચા ચાલી રહી હતી કે હવે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું છે.પીડિતા તરફથી તેનાં વકીલ સોનલ જોશીને પણ એવો મેસેજ પાઠવાયો હતો કે તેના પિતા હાલ બીમાર છે, તેથી વધુ વાત નહીં કરી શકું . પીડિતાના વકીલને પણ એક તબક્કે લાગી રહ્યું હતું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું છે. જો કે સોમવારે સોનલ જોશીએ જણાવ્યું હતું કે પીડિતા સાથે સંદેશાની આપલે થઇ છે, જેમાં તેણે સમાધાન થયું હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

પીડિતાએ પોતાના વકીલને સંદેશો પાઠવ્યો

સમાધાન થયાની ચર્ચાને ફગાવતી પીડિતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો