તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પતિએ બાધા તોડીને દારૂ પીતાં પત્નીનું અગ્નિસ્નાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ બાધા તોડીને દારૂ પીતાં પત્નીનું અગ્નિસ્નાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાખોડિયારનગર તલાવ પાસે કૃષ્ણનગરમાં રહેતા દંપતી પૈકી પતિએ દારૂ નહીં પીવાની બાધા હોળીના દિવસે તોડતાં પત્નીએ સજોડે હોળીની પૂજા કર્યા બાદ ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગર ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ત્રણ સંતાનના પિતા વિનોદ ડામેારને દારૂ પીવાની ટેવ હતી .જે ટેવ છોડાવવા પત્ની શારદાબેને તેમને પાવાગઢ તરફ એક સ્થાનકે બાધા લેવડાવી હતી. એક વર્ષ બાદ હોળીના દિવસે વિનોદે બાધા તોડી દારૂ પીધો હતો. જે અંગે પત્નીને જાણ થતાં તેણે રાત્રે હોળીની પૂજા પતિ સાથે કર્યા બાદ ઘરમાં રહેલું ડીઝલ પોતાના શરીરે છાંટી અગનપછેડી ઓેઢી લીધી હતી. સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલાં શારદાબેન(ઉ.વ.30)નું આજે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ખોડિયારનગર પાસેના કૃષ્ણનગરનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો