તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પ્લાિસ્ટક કલ્ચર ખેડૂતો માટે હરિત ક્રાંતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાિસ્ટક કલ્ચર ખેડૂતો માટે હરિત ક્રાંતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લાસ્ટિકકલ્ચર ખેડૂતો માટે હરિત ક્રાંતિ સમાન છે. ગુજરાતના માત્ર 1 ટકા ખેડૂતો 10 લાખ હેકટરમાં પ્લાસ્ટિક કલ્ચર પધ્ધતિથી ખેતી કરે છે. પ્લાસ્ટિક કલ્ચર પધ્ધતિથી ખેતી કરતાં ખેડૂતોએ સામાન્ય રીતે ખેતી કરતાં ખેડૂતોની સરખામણીમાં વધુ સારો પાક લણીને પોતાની આવક વધારી છે. પ્લાસ્ટિક કલ્ચર દ્વારા ખેતી કરતાં ખેડૂતોને નંદેસરી ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના પ્લાસ્ટિક કલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર (પીડીસી) પ્રોત્સાહન આપી રહ્યું છે એમ પીડીસી સેન્ટરના સંચાલક જગદીશ ચાવડાએ જણાવ્યું હતું.

તેમણે પત્રકારો સમક્ષ માહિતી આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, પ્લાસ્ટિક કલ્ચરથી સિંચાઇ કરતાં ખેડૂતો માત્ર 40 ટકા પાણીમાં સિંચાઇ કરીને મબલખ પાક મેળવી શકે છે. પીડીસી સેન્ટરે દેશભરના કૃષિ સંસ્થા અને યુનિવર્સિટી સાથે તાલીમ માટે જોડાણ કર્યું છે. તેઓ દેશભરના ખેડૂતોને બોલાવીને તાલીમ આપે છે.

પધ્ધતિને અપનાવવા માટે રાજય સરકાર દ્વારા 50 ટકા સબસીડી આપવામાં આવે છે.

PDC સેન્ટર કૃષિ સંસ્થા,યુનિવર્સિટીની સાથે જોડાણ કરશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો