તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શાસ્ત્રીય સંગીત, ફિલ્મી સંગીત નથી: પદ્મશ્રી પંડિત ઉલ્લાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસ્ત્રીય સંગીત, ફિલ્મી સંગીત નથી: પદ્મશ્રી પંડિત ઉલ્લાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટેક્નોલૉજી કરી શકે, જે માણસ કરી શકે

પદ્મશ્રી પંડિત ઉલ્લાસ કશાલકરે એક વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સંગીતને આગળ વધારવા માટે મોટું કામ કર્યું છે. વડોદરાએ ખૂબ સારા કલાકારો પણ આપ્યા છે. શાસ્ત્રીય સંગીત પહેલાંથી ખાસ લોકોની ચાહના મેળવતું રહ્યુ છે.

શ્રોતાઓની સંખ્યામાં વધારો થઇ જાય તેવું શાસ્ત્રીય સંગીતમાં હોતું નથી. કોઇ ફિલ્મી સંગીત નથી કે અપેક્ષા રાખી શકાય. એક સ્ટાન્ડર્ડ પ્રમાણે સંગીત ચાલે છે. હાલમાં બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલા સંગીત સમારોહમાં 50 હજારથી વધારે શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા જે બતાવે છે શાસ્ત્રીય સંગીતની લોકપ્રિયતા બહારના દેશોમાં પણ વધી રહી છે . જો સરકાર અને સંસ્થાઓએ વધારે પ્રોગામો થાય તેવા પ્રયાસો કરવા જોઇએ જેથી શાસ્ત્રીય સંગીતમાં પણ વધારો થઇ શકે છે.

નવીનતા જરૂરી છે : પંડિત સુરેશ તળવલકર

સંગીતટ્રેડિશન છે. જરૂરી નથી કે તેમાં નવી વાત ના કરાય પંરપરામાં નવીનતા જરૂરી છે. નવીનતા નહિ આવે તો સંગીત વાસી થઇ જશે. પંરપરા પણ સાથે રહેવી જોઇએ. ઘરાનામાં શિસ્ત હોય છે અને શૈલીમાં કલા દેખાય છે. પહેલાંથી સંગીતકારો પોતાની કળામાં નવીનતા લાવતા હતા જે આજે પણ કલાકારો પોતાના સંગીતમાં નવીનતા ઉમેરે છે. મહિલાઓ પણ તબલામાં આગળ આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સંસ્થાઓ-સરકાર વધારે પ્રોગામો થાય તેવા પ્રયાસો કરે

પર્ફોર્મિંગ આટર્સ દ્વારા સૂર ગાંધર્વ સંગીત સમારોહ

યુનિ.ના પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ખાતે દેવ ગાંધર્વ પ્રેમપિયા સંગીત સમારોહમાં પદ્મ શ્રી વોકલ અને તબલાવાદક હાજરી આપવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો