તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માળા ઘરમાં રાખવામાં આવે તો શહેરમાં ચકલીઓની સંખ્યા વધશેે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળા ઘરમાં રાખવામાં આવે તો શહેરમાં ચકલીઓની સંખ્યા વધશેે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરક્ષિત ગણાતાં ઘરોમાં માળા બાંધે છે

છેલ્લાં સાત વર્ષથી ચકલીઓ બચાવવા માટે અભિયાન ચલાવતા શહેરના કેનાઇન ગ્રૂપ સાથે જોડાયેલા વિશાલ ઠાકુરે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચકલીને ઘર ચકલી એટલા માટે કહેવામાં આવે છે કે માણસો હોય ત્યાં રહી શકે છે. આધુનિકતાની સાથે લોકોના વસવાટમાં પણ પરિવર્તન આવ્યાં છે જેમાં નવાં બાંધકામોના પગલે ચકલીને પોતાનો માળો બાંધવાની કોઇ શકયતાઓ રહી નથી.

તેમણે જણાવ્યું હતું કે, સાત વર્ષમાં માટીના સાડા હજાર જેટલા માળાઓનું વિતરણ કર્યું છે જેમાંથી 1000 થી વધારે લોકોએ ફીડબેકમાં તેમના ત્યાં માટીના માળાઓમાં ચકલીની હાજરી હોવાની માહિતી આપી છે જેના પગલે 10 ટકાથી વધારે ચકલીઓની સંખ્યા વધી હોવાની માહિતી મળે છે. શહેરના વી.આઇ.પી રોડ,છાણી જકાત નાકા,માંજલપુર,તરસાલી,હરણી,અલકાપુરી જેવા વિસ્તારોમાં ચકલીઓનું પ્રમાણ જોવા મળે છે. જેની સામે શહેરી વિસ્તારમાં ગીચતા વધવાની સાથે ચકલીઓની હાજરી ઓછી છે.

^મારા ઘરે પાંચ જેટલા ચકલીના માટીના કૃત્રિમ માળાઓ છે અને છેલ્લાં વર્ષમાં 17 થી 18 જેટલાં બચ્ચાંઓના જન્મ સાથે મોટા થતા જોયા છે. > એલ્વીનજોન્સ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર

માણસો વચ્ચે વસતી ચકલી નવાં બાંધકામોમાં અનુકૂળતા નથી સાંધી શકતી

‘આજે વિશ્વ ચકલી દિન’ 7 વર્ષમાં 6500 માળાનંુ વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો