તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1 માસમાં ડેન્ગ્યૂના 349 કેસના પાલિકાના દાવા સામે ખાનગી હોસ્પિટલમાં 534 કેસ

1 માસમાં ડેન્ગ્યૂના 349 કેસના પાલિકાના દાવા સામે ખાનગી હોસ્પિટલમાં 534 કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MSUના 2 વોર્ડન ડેન્ગ્યૂમાં સપડાયા

વડોદરાશહેરમાં ડેન્ગ્યૂનો કહેર વધ્યો છે અને આખું શહેર ડેન્ગ્યૂના ભરડામાં સપડાયું છે. ત્યારે સેવાસદનના સત્તાધીશો ડેન્ગ્યૂના ઉપદ્રવનો ભોગ બનેલા દર્દીઓનો સાચો આંકડો જાહેર કરતું નથી. દિવ્ય ભાસ્કર દ્વારા સરવે કરાતા શહેરની ખાનગી હોસ્પિટલમાં માત્ર સપ્ટેમ્બર મહિનામાં 534 ડેન્ગ્યૂ પોઝીટવના કેસો નોંધાયા હોવાની વાસ્તવિકતા છતી થઇ છે. આટલો મોટો આંકડો હોવા છતાં પણ સેવાસદનના ચદપડે માત્ર 349 કેસ નોંધાયા છે. તંત્ર માત્ર સફાઇ અને ફોગિંગની કામગીરી કરતાં હોવાનો દેખાડો કરતી પાલિકા કેસના આંકડામાં રમત કરતી હોવાનું ફલિત થઇ રહ્યું છે.

શહેરમાં છેલ્લા એક મહિનાથી ડેંગ્યુનો કહેર વધ્યો છે. શહેરમાં રોજ હજારોની સંખ્યામાં ડેન્ગ્યૂના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા એક મહિનામાં શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલ અને ફીઝીશીયન તબીબોને ત્યાં 534 જેટલા દર્દીઓએ ડેન્ગ્યૂની સારવાર કરાવી છે. તમામ દર્દીઓને ડેન્ગ્યૂ પોઝીટીવ હોવાનું અને તેમાંથી ઘણાની સારવાર હજુ પણ હોસ્પિટલ માં ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં ડેન્ગ્યૂના કેસો વધી રહ્યા છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડેન્ગ્યૂના ઉપદ્રવ વધ્યો હોવાની માહિતી હોવા છતાં પણ સેવાસદનની નિષ્કીયતા સ્પષ્ટપણે દેખાઇ રહી છે. સેવાસદન સાફ-સફાઇ અને રેગ્યુલર ફોગીંગ થતું હોવાનો માત્ર દેખાડો કરીને શહેર ડેન્ગ્યૂગ્રસ્ત બન્યું હોવા છતાં પણ સબસલામતની ગુલબાંગો પોકારીને સમગ્ર શહેરીજનોને ગેરમાર્ગે દોરી રહી છે. આશ્વયની વાત તો છેકે શહેરના સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલ મળી તંત્રના ચોપડે 349 કેસ ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે.

એમ.એસ.યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂ પોઝીટીવના 35 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરની જેમ એમ.એસ.યુનિવર્સિટીમાં પણ ડેન્ગ્યૂના રોગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. હોસ્ટેલ કેમ્પસમાં સાફ-સફાઇ અને ફોગિંગ કરાવવાની જવાબદારી છે તેવા હોસ્ટેલના વોર્ડન હવે ડેન્ગ્યૂની ઝપેટમાં આવી ગયા છે. જેમાં એમ.એ.હોલના વોર્ડન વિરેન્દ્ર ચુંદાવતનો સમાવેશ થાય છે. તેઓ હાલમાં ભાઇલાલ અમીન હોસ્પીટલમાં દાખલ છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એજ રીતે મ.સ.યુિન.ના એચ.એમ.હોલના વોર્ડન પણ ડેન્ગ્યૂુના રોગમાં સપડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સયાજી હોસ્પીટલ 22

ગોત્રીસરકારી હોસ્પીટલ 12

ખાનગી હોસ્પી.ના કેસો

બેંકર હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ 70

સ્ટર્લીંગહોસ્પીટલ 72

નરહરીહોસ્પીટલ 60

સત્યમહોસ્પીટલ 50

મોદીનર્સીંગ હોમ 150

શનશનાઇનગ્લોબલ હોસ્પીટલ 50

યુનિ.હેલ્થ સેન્ટર 35

ડૉ.કિરણ દલાલ 25

ડૉ.હિતેશ પટેલ 15

ડૉ.દિલીપ નિલંક 07

કુલસરવાળો 534

ડેન્ગ્યૂનાે કહેર વધી રહ્યો છે ત્યારે પાલિકા આંકડા ઓછા બતાવવાની રમત કરે છે

શહેર ડેન્ગ્યૂના ભરડામાં છે ત્યારે પાલિકા સરકારી હોસ્પિટલના આંકડા બતાવે છે. દિવ્ય ભાસ્કર દ્વારા 12 ખાનગી હોિસ્પટલનો સરવે કરતા ડેન્ગ્યૂના અધધ કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...