• Gujarati News
  • National
  • જે સ્વિચ ઓફ કરીને તોફાનીઓએ અંધારપટ કર્યો હતો તે સ્વિચબોર્ડ પોલીસ સ્ટેશનમાં શિફ્ટ

જે સ્વિચ ઓફ કરીને તોફાનીઓએ અંધારપટ કર્યો હતો તે સ્વિચબોર્ડ પોલીસ સ્ટેશનમાં શિફ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજોગોમાં, માંડવી પાણીગેટ રોડ પર સ્ટ્રીટલાઇટ બંધ થવા પાછળનું કારણ શોધવા માટે પાલિકા અને પોલીસે સંયુકત ઓપરેશન હાથ પર લીધું હતું. જેમાં, જમનાબાઇ હોસ્પિટલના ખાંચાથી રાજપુરાની પોળ સુધીના આંતરિક રસ્તાની સ્ટ્રીટલાઇટ અને મેન રોડ પરની સ્ટ્રીટલાઇટ ચાલુબંધ કરવા માટેની ડીપી સ્વિચ એક હોવાનું ધ્યાને આવ્યું હતું. જમનાબાઇ હોસ્પિટલના ખાંચાના પ્રારંભે આવેલી ડીપી સ્વિચ બોકસના જાણકારે લાઇટો ડૂલ કરવા માટે સ્વિચ પાડી દેતાં તોફાની ટોળાને દંગલ મચાવવાનો અવકાશ મળી ગયો હતો. જેથી, પાલિકાના સ્ટ્રીટલાઇટ વિભાગના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓએ બાબત પર ચર્ચા કરાઇ હતી. મેઇન રોડની સ્ટ્રીટલાઇટની સ્વિચ અને પોળની સ્વિચ અલગ અલગ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાણીગેટ રોડની સ્ટ્રીટલાઇટની ડીપી સ્વિચ પોલીસની નજર રહે તે માટે સિટી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તાબડતોબ શિફટ કરાઇ હતી. પાલિકાના સ્ટ્રટીલાઇટ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરત રાણાએ જણાવ્યું હતું કે ગુરુવારે રાતે શ્રીજીની સવારીની પધરામણી વખતે સ્ટ્રીટલાઇટ બંધ થવાની ઘટના ઘટી હતી અને ત્યારબાદ પોલીસ તંત્ર જોડે ચર્ચા કરી પોળની સ્ટ્રીટલાઇટ અને મેઇન રોડની સ્ટ્રીટલાઇટની સ્વિચ અલગ કરી દેવાઇ હતી.

શ્રીજીની સવારી વેળા માંડવી પાસે થયેલાં તોફાનો પૂર્વ આયોજિત હોવાની વાતને સમર્થન મળ્યું

ગુરુવારે તોફાનોમાં જમનાબાઇ હોસ્પિટલના ખાંચા સ્થિત ડીપી સ્વિચ બંધ કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...