• Gujarati News
  • National
  • વૈકુંઠ 2 સોસાયટીમાં ગટરનું પાણી ઉભરાતા રહીશો હેરાન પરેશાન

વૈકુંઠ 2 સોસાયટીમાં ગટરનું પાણી ઉભરાતા રહીશો હેરાન પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ન્યૂવી આઇ પી રોડની વૈકુંઠ 2 સોસાયટીમાં ભારે વરસાદને કારણે છેલ્લા 2-3 દિવસથી સોસાયટીમાં આવેલ ગટરનું પાણી ઉભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે. સતત વરસાદ રહેતા વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ સોસાયટીના રસ્તાઓ પર ફરી વળ્યું હતું. રહીશો દ્વારા વોર્ડ કચેરીમાં અરજી અપાઇ હતી, જે બાદ કોઇ કાર્યવાહી થતાં રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. મુદ્દે વોર્ડ નં.2ના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે, વૈકુંઠ 2માંથી એક અરજી હતી જેનો આજે નિકાલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...