તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara CA CSનાં વિદ્યાર્થીઓ માટે ઇ લાઇબ્રેરી શરૂ કરવામાં આ‌વી

CA-CSનાં વિદ્યાર્થીઓ માટે ઇ-લાઇબ્રેરી શરૂ કરવામાં આ‌વી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા(આઇસીએસઆઇ) તરફથી સિનિયર્સની નોટ્સ અને બુક્સ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી પરીક્ષાની તૈયારી કરી શકશે. આ માટે ઇન્સ્ટિટ્યુટ દ્વારા ઇ--લાઇબ્રેરીની સુવિધા પણ શરૂ કરી દીધી છે. જેનાં કારણે વિદ્યાર્થીઓને જૂના અને નવા બન્ને અભ્યાસક્રમનાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઇ-લાઇબ્રેરી અને વર્ચ્યુઅલ ક્લાસની સુવિધા લેવા માંગે છે, એમણે આઇસીએઆઇ અને આઇસીએસઆઇની ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારે જ વિદ્યાર્થીઓ આ સુવિધાનો ઉપયોગ પોતાની સ્ટડી માટે કરી શકશે. જે વિદ્યાર્થીઓ માટે મદદરૂપ સાબિત થશે.

CA-CS Update

વિદ્યાર્થીઓએ નવું ID જનરેટ કરવું પડશે ઇ-લાઇબ્રેરી માટે વિદ્યાર્થીઓએ પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. ત્યારબાદ, એમને યુઝર આઇડી અને પાસવર્ડ મળશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ લોગઇન પ્રક્રિયા માટે કરવાનો રહેશે. ત્યારબાદ આ માધ્યમથી ક્યારે પણ અને ક્યાંયથી પણ સ્ટડી કરી શકશે. લાઇબ્રેરીમાં ઇ-લોગઇન અને સબ્જેક્ટનું આખુ શિડ્યુઅલ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...