તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગુંદલાવ ખેરગામ રોડ પર અકસ્માતોની સંખ્યા વધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંદલાવ- ખેરગામ રોડ પર અકસ્માતોની સંખ્યા વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુંદલાવમાંનાના વાહનો સ્લીપ થવા કે અકસ્માત થવાનાં બનાવો ખુબજ વધ્યા છે અને અક્સ્માતો પાછળ વાહન ચાલકોનો મોબાઈલ પ્રેમ ઘણા બધા અંશે જવાબદાર છે, ખેરગામ રોડ પર પસાર થતા 40 ટકા વાહનચાલકો મોબઈલ પ્રેમી જણાય છે. જેના કારણે નાના અકસ્માતો દિનપ્રતિદિન ખેરગામ રોડ પર કોઈકને કોઈક જગ્યાએ જોવા મળે છે.

ગુંદલાવથી ખેરગામ જવાના જુદા જુદા સ્થળોએ વોચ રાખતા જણવા મળ્યું કે લોકો ચાલું વાહને વાત કરવી, મોબઈલ પર મેસેજ ટાઇપ કરીને જવાબ આપવો તેમજ સૌથી મહ્ત્વનું કારણ વાહનને સ્પીડમાં હંકારવામાં નાની ઉમરના બાળકોની સંખ્યા 50 થી 60 ટકા જોવા મળી હતી. બીજી તરફ ટ્રાફિકના નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ કરતો જણાયો હતો ત્રિપલ સવારી, નંબર પ્લેટ માં ચેડા જેવા સહિતના નિયમો ખેરગામ રોડ પર નેવે મૂકી દેવાયા હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું જેના પગલે ખેરગામ રોડ પર નાના-મોટા અકસ્માતોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.



ત્યારે ખાસ કરીને ગુંદલાવ નાં બેંક ઓફ બરોડા ની સામે, ગોરવાડા ફાટક પાસે કલવાડા ફાટક પાસે, પાલણ ફાટક પાસે, જેવા સ્થળો અકસ્માતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આવા વાહનચાલકો સામે તંત્ર લાલઆંખ કરી દંડ કરે તે ખુબજ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો