તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી ઇવેન્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ત્રીઓ ઇકોનોમિકલી એમ્પાવર્ડ છે પરંતુ તેને ઇમોશનલ એમ્પાવરમેન્ટની જરૂર છે

સ્ત્રીઓએ ઘરમાં બેસીને રડવાના બદલે ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઇએ

એકસમી સાંજે એક સ્ત્રીએ મારી પાસે મદદ માંગી મે કહ્યુ કે તમે ઘરમાં બેસી રેવાના બદલે તમને જે કામ ગમે છે તે કરો.આજે કેટલીય મહિલાઓ એવી છે જેને આવી રીતે તૈયાર સમારેલા ફોલેલા શાક જોઇએ છે.તેમણે વ્યવસાય શરૂ કર્યો અને રડવાને બદલે વિમેન એમ્પાવરમેન્ટનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે રવિવારે ‘બિઝનેસ રિલેશન કોન્ફરન્સ-વિઝન 2020’ અંતર્ગત કાજલ ઓઝા વૈદ્યનું ‘વુમન એમ્પાવરમેન્ટ’ વિષય પર ટોક આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ‘સ્ત્રીઓ ઇકોનોમિકલી એમ્પાવર છે, તેમને ઇમોશનલ એમ્પાવરમેન્ટની જરૂર છે.’ ઉપરાંત ડૉ. વિનોદ રાવે વડોદરાનું ડેવલપમેન્ટ અને વિઝન 2020 અંગે વાત કરી હતી.

2020ના પરિપ્રેક્ષ્યમાં મહિલાઓનું ઘડતર ક્યા પ્રકારે થવું જોઇએ?

2020નેદેશના ભવિષ્યના સંદર્ભમાં મહત્ત્વપુર્ણ મનાઇ છે. 2020ના પરિપ્રેક્ષ્યમાં મહિલાઓનુ ઘડતર ક્યા પ્રકારે થવું જોઇએ તે વિશે જણાવ્યું કે ‘જે સ્ત્રીઓ રડતી બીજી સ્ત્રીઓનો હાથ થામીને તેમને એમ્પાવરમેન્ટના માર્ગે લઇ જાય. અત્યાચાર સામે અવાજ ઉઠાવે તેવી મહિલાઓ વિઝન 2020 વિમેન કહેવાશે.

ગૃહિણીના કામના કલાકો ગણાશે ત્યારથી દેશનો ઉદ્ધાર ગણાશે

વર્તમાનસમયની સ્ત્રીઓ એજ્યુકેડેટ છે.તેઓ પોતાની મરજીથી જીવે છે. સ્ત્રીઓ આર્થિક રીતે તો એમ્પાવર્ડ છે, પરંતુ તેમને ઇમોશનલ એમ્પાવરમેન્ટની જરૂર છે. સ્ત્રીએ દેવી કે દાસી બનવાને બદલે વ્યક્તિ બનવું જરૂરી છે. જે દિવસથી ગૃહિણીઓના કામના કલાક ગણાતા થશે તે દિવસથી દેશનો ઉદ્ધાર થયો ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો